રાષ્ટ્રીય

સોનામાં 1500, ચાંદીમાં 2500, સેન્સેકસમાં 820 અંકનો કડાકો

Published

on

ડોલરની મજબૂતીને પગલે કિંમતી ધાતુ અને ભારતીય શેરબજારમાં મંદી યથાવત

આજે દેવઉઠી એકાદશી છે અને આજથી શુભ અને માંગલિક કાર્યોની શરૂૂઆત થઈ જશે. લગ્નગાળો શરૂૂ થશે. ત્યારે આ સીઝનમાં સોના અને ચાંદીની ખરીદી પણ વધતી હોય છે ત્યારે આવામાં ફેસ્ટીવ કે વેડિંગ સીઝન હોય તેમાં ભાવ પણ વધુ જોવા મળતા હોય છે. પરંતુ હાલ જો તમારે લગ્નની ખરીદી કરવાની હોય તો તમને સસ્તામાં સોનું મળી શકે છે. સોના અને ચાંદી બંનેના ભાવ રેકોર્ડ હાઈ કરતા ઘણા નીચે ગગડ્યા છે. ડોલરમાં મજબૂતીના પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનું સતત તૂટી રહ્યું છે. જેની અસર વાયદા બજારમાં જોવા મળી રહી છે. શરાફા બજારમાં પણ રિટેલ ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે. આ સાથે શેરબજારમાં પણ કડાકો જોવા મળ્યો હતો.


ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ શબષફફિયિંત.ભજ્ઞળ ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 1,519 રૂૂપિયા ગગડીને 75,321 રૂૂપિયાના સ્તરે પહોંચ્યું છે. જે કાલે 76,840 રૂૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદીમાં આજે 2,554 રૂૂપિયાનો કડાકો થતા ભાવ 88,305 રૂૂપિયા પર પહોંચ્યો છે જે કાલે 90,859 રૂૂપિયા પર ક્લોઝ થયો હતો. સેન્સેકસમાં ગઇકાલના 79496ના બંધ સામે આજે 729 પોઇન્ટ તુટીને 78727 સુધી ટ્રેડ થયો હતો.
આજે વાયદા બજારમાં ગોલ્ડ ફ્યૂચર 18 રૂૂપિયાના ઘટાડા સાથે 75,333 રૂૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું જે કાલે 75,351 ના ભાવ પર ક્લોઝ થયું હતું. ચાંદી 68 રૂૂપિયાના કડાકા સાથે 89,114 રૂૂપિયા પ્રતિ કિલોગ્રામ જોવા મળી જે કાલે 89,182 રૂૂપિયા પર ક્લોઝ થઈ હતી.

બિટકોઇનમાં રેકોર્ડ તેજી યથાવત, પહેલીવાર 89000 ડોલરને પાર

ગુજરાત મિરર, નવી મુંબઇ તા.12: ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાયા પછી, બિટકોઈનની રેકોર્ડ બ્રેકિંગ રેલીએ આ ડિજિટલ એસેટને 89,000 થી વધુ લઈ લીધી છે. બિટકોઈનની રેલીએ ક્રિપ્ટો માર્કેટના એકંદર મૂલ્યને તેના રોગચાળા-યુગના શિખરથી ઉપર ઉઠાવ્યું. ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા પછી, બિટકોઇનની રેકોર્ડ બ્રેકિંગ રેલી આ ડિજિટલ એસેટને 89,000 થી વધુ લઈ ગઈ છે. બિટકોઈનની રેલીએ ક્રિપ્ટો માર્કેટના એકંદર મૂલ્યને તેના રોગચાળા-યુગના શિખરથી ઉપર ઉઠાવ્યું. સૌથી મોટો સિક્કો 5 નવેમ્બરે યુ.એસ.ની ચૂંટણી પછી લગભગ 30% ઉછળ્યો છે અને મંગળવારે સવારે 89,599ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો છે. જોકે બાદમાં તે ટોચ પરથી સરકી ગયો હતો. સિંગાપોરમાં સવારે બિટકોઈન 87,800 સુધી પહોંચી ગયો હતો. ટ્રમ્પે ક્રિપ્ટો-મૈત્રીપૂર્ણ નિયમોનું વચન આપ્યું છે અને તેમની રિપબ્લિકન પાર્ટી તેમના એજન્ડાને આગળ વધારવા માટે કોંગ્રેસ પર તેની પકડ મજબૂત કરી રહી છે. અન્ય વચનોમાં વ્યૂહાત્મક યુએસ બિટકોઇન સ્ટોકપાઇલની સ્થાપના અને ટોકનના સ્થાનિક માઇનિંગને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version