Site icon Gujarat Mirror

ઉપલેટાના ખાખીજાળિયા અને મોજીરા ગામે 142 બોટલ વિદેશી દારૂ ઝડપાયો

ઉપલેટાના ખાખીજાળીયા અને મોજીરા ગામે 142 બોટલ દારૂ સાથે એલસીબીએ ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. રાજકોટ રેન્જ, રાજકોટના પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકરસિંહએ રાજકોટ વિસ્તારમા ચાલી રહેલ પ્રોહી તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃતીઓ શોધી કાઢી આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂૂધ્ધ કામગીરી કરી આવી પ્રવૃતીઓ નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સપેક્ટર વી. વી. ઓડેદરા તથા પીએસઆઇ એચ. સી. ગોહીલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના માણસો કાર્યરત હતા એ દરમ્યાન એ.એસ.આઇ. શક્તિસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા તથા કૌશીકભાઇ જોષી તથા અરવિંદસિંહ જાડેજાને મળેલ સંયુક્ત હકીકત આધારે ખાખીજાળીયા તથા મોજીરા ગામમાં રેઇડ કરી કુલ 3 શખ્સોને ઇંગ્લીશ દારૂૂના જથ્થા સાથે ઝડપી લીધા હતા.

જેમાં ભાગ્યરાજસિંહ સમરથસિંહ ચુડાસમા (રહે. ગામ – ખાખીજાળીયા), વશરામભાઇ બટુકભાઇ બાંભવા (રહે. ગામ – ભાંખ), પુનીતભાઇ દેવાણંદભાઇ સુવા (રહે. ગામ – મોજીરા)ની ધરપકડ કરી હતી. રાજકોટ ગ્રામ્ય એલસીબી દ્વારા બે અલગ અલગ જગ્યાએ દરોડા પાડયા હતા જેમાં ખાખીજાળીયા ગામે કરેલ રેઇડમા દારૂની બોટલ નંગ 70 કી રૂૂ. 77,000/- તથા મોજીરા ગામે કરેલ રેઇડમા દારૂની બોટલ નંગ 72 કી રૂૂ. 79,200 તથા મોબાઇલ ફોન નંગ-2 મળી કુલ રૂૂ. 99,200નો મુદામાલ કબજે કર્યો હતો. ગ્રામ્ય એલસીબીના પીઆઈ વી. વી. ઓડેદરા, પો.સબ.ઇન્સ એચ. સી. ગોહીલ તથા એ.એસ.આઈ. બાલકૃષ્ણભાઇ ત્રીવેદી, અનિલભાઇ બડદોકીયા, શક્તિસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, તથા પો.હેડકોન્સ અરવિંદસિંહ જાડેજા તથા કૌશીકભાઇ જોષી, તથા ડ્રા.પો.કોન્સ અબ્દુલભાઇ શેખે કામગીરી કરી હતી.

Exit mobile version