કાળીપાટ પાસે PCBનો દરોડો, 300 બોટલ દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા

દારૂની હેરાફેરી કરતા તત્વો ઉપર પીસીબીના સતત ત્રીજા દિવસે દરોડા શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને દારૂૂના દૂષણને સદંતર નેસ્તનાબૂદ કરવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ…

દારૂની હેરાફેરી કરતા તત્વો ઉપર પીસીબીના સતત ત્રીજા દિવસે દરોડા

શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને દારૂૂના દૂષણને સદંતર નેસ્તનાબૂદ કરવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે. આ આદેશ અન્વયે પીસીબીની ટીમે રાજકોટ-ભાવનગર હાઈવે પર કાળીપાટ પાસેથી રૂૂ.93 હજારની 300 બોટલ વિદેશી દારૂૂ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા.

પી.સી.બી. ઇન્ચાર્જ પી.આઈ એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન એ.એસ.આઇ. મહીપાલસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ચૌહાણ અને હરદેવસિંહ રાણાને એક સંયુક્ત ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે રાજકોટ-ભાવનગર હાઈવે પર કાળીપાટ ચોકડી પાસે ત્રંબાથી રાજકોટ તરફ આવતા રોડ પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થતી શંકાસ્પદ મારુતિ સ્વીફ્ટ કાર જીજે -13-એઆર-2867ને અટકાવીને તપાસ કરતા તેમાંથી રૂૂ.93 હજારની 300 નાની મોટી બોટલ વિદેશી દારૂૂ મળી આવ્યો હતો. પીસીબીએ શિવધારા સોસાયટી, હુડકો ચોકડી પાસે રહેતા પિયુષભાઇ રાયમલભાઇ હુંબલ અને વેલનાથપરા, હુડકો ચોકડી પાસ રહેતા ભયલુ ભુપતભાઇ જળુની ધરપકડ કરી કુલ રૂૂ.5,93,420 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ સફળ કામગીરીમાં પી.સી.બી.ના પી.આઈ. એમ.આર.ગોંડલીયા, પી.એસ.આઈ. પી.બી.ત્રાજીયા, આર.કે.જાડેજા સહિત એ.એસ.આઈ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી , કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, રાહુલગીરી ગૌસ્વામી, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, હિરેન્દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે, જયેશભાઇ ગઢવીએ કામગીરી કરી હતી.