ઉનામાં બે યુવાનોની હત્યાના પ્રયાસમાં 13 આરોપીની ધરપકડ

ઉના શહેરમાં તા. 28/મે ના રોજ સ્મશાન પાસે બે યુવકો પર છરી, પાઈપ અને સુડા વડે જીવલેણ હુમલો કરી હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુન્હાને અંજામ…

ઉના શહેરમાં તા. 28/મે ના રોજ સ્મશાન પાસે બે યુવકો પર છરી, પાઈપ અને સુડા વડે જીવલેણ હુમલો કરી હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુન્હાને અંજામ આપનાર તમામ 13 આરોપીઓને ગીર સોમનાથપોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. વલ્લભીપુર પાસેથી બસ માં સાવરકુંડલા થઈ સુરત ભાગવાની ફિરાક માં રહેલા આરોપીઓને પોલીસે દબોચી લીધા હતા.

ફરિયાદી કેવલભાઈ ચંદુભાઈ વાજા પર આરોપી નં.1એ છરી વડે ડાબા હાથની કોણીના ભાગે અને આરોપી નં.3એ જમણા પગમાં લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો. આરોપી નં.1 તથા નં.2એ મારી નાખવાના ઈરાદે વાસાના ભાગે છરી વડે જીવલેણ ઘા માર્યો હતો. રવીભાઈ બાંભણીયાને આરોપી નં.2એ સુડા વડે બંને પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચાડી હતી અને જમણા હાથના કાંડા ઉપર પણ ફ્રેક્ચર કર્યું હતું. અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ લોખંડના પાઈપ વડે આડેધડ માર માર્યો હતો.

આરોપી નં.7એ જાનથીમારીનાખવાની ધમકી આપી હતી.SP જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન મુજબ LCB, SOG, પેરોલ ફર્લો સ્ક્વોડ અને ઉના પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવાઈ હતી. હ્યુમન સોર્સિસ, ટેક્નિકલ એનાલિસીસ તથા CCTV ફૂટેજ ના આધારે તપાસ કરતા આરોપીઓ જસાધારથી બસ મારફતે સાવરકુંડલા અને ત્યાંથી સુરત નાસી જવાની પેરવીમાં હોવાની માહિતી મળી હતી. પોલીસ ટીમોએ તાત્કાલિક વોચ ગોઠવી ભાવનગર જિલ્લાના વલ્લભીપુર પાસેથી તમામ આરોપીઓને દબોચી લીધા હતા. હાલ કાયદેસરની કાર્યવાહી કરવા માં આવી રહી છે.

પકડાયેલ આરોપીઓ રાજભાઈ નારણભાઈ વાજા, ઉ.વ. 23, ખોડીયાર નગર અક્ષયભાઈ ભીમભાઈ બાંભણીયા, ઉ.વ. 32,ઉના અનમોલ સોસાયટી રોહન ભાઈ વજુભાઈ રાઠોડ, ઉ.વ. 24,ઉના ભીમપરા સુજલ ભાઈ જીતુભાઈ બાંભણીયા, ઉ.વ. 21, ઉના મોઢેશ્વર રોડ અમીતભાઈ વેલજીભાઈ બાંભણીયા, ઉ.વ. 25, ઉના ખોડીયાર નગર મયંકભાઈ મયુરભાઈ સોલંકી, ઉ.વ. 21, ઉના વેરાવળ રોડ વનરાજસિંહ અનુભાઈ ગુરુરીયા, ઉ.વ. 22, ધ્રોણ ગામ હિમાલય ઉર્ફે ફૂલભાઈ સંજયભાઈ મજેઠીયા, ઉ.વ. 22, ઉના મોઢેશ્વર રોડ રાકેશભાઈ ઉર્ફે રાકો મશરીભાઈપરમાર, ઉ.વ. 28, મોટા દેસર ટાંકા નયનભાઈ ઉર્ફે નિલેશ શાંતીભાઈ મોડાસીયા, ઉ.વ. 22, લામધાર ગામ જીદેશભાઈ ઉર્ફે જીગો વિરજીભાઈ બાંભણીયા ઉ.વ. 22, મોટા દેસર દિલીપભાઈ બાલુભાઈ ચુડાસમા ઉ.વ. 32, મઢ ગામ ભાવેશભાઈ જાદવભાઈ ચુડાસમા ઉ.વ. 25, મજૂરી, માઢ ગામ ઉના પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 823/2025 થી IPC કલમ 109(1), 118(1), 119(1), 119(2), 119(3), 115(2), 351(3) તથા GP એક્ટ 135 મુજબ ગુનો નોંધાયો છે. ગીર સોમનાથ પોલીસની આ ત્વરિત અને સફળ કામગીરીથી ગુન્હેગારોમાં ફફડાટ ફેલાયો છે અને સામાન્ય જનતામાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.