ગુજરાત

પાણી પુરવઠા વિભાગમાં કાગળ પર કામ બતાવી 12.44 કરોડનું કૌભાંડ

Published

on

નવસારી જિલ્લામાં ચીખલી, ગણદેવી અને ખેરગામ તાલુકામાં 54 ગામોમાં કામ વગર બિલ મંજૂર કરી દીધા

તત્કાલીન કાર્યપાલક ઇજનેર, ચાર એન્જિનિયર, એક એકાઉટન્ટ, બે કલાર્ક તેમ છ ઇજારાદાર એજન્સી અને વેપારીઓએ સાથે મળી કૌભાંડ આચર્યું


નવસારી જિલ્લામાં ચીખલી, ગણદેવી અને ખેરગામ તાલુકામાં કુલ 54 ગામમાં કોઈ પણ પ્રકારના કામ કર્યા વગર જ તેના ખોટા બીલ રજુ કરીને તેને મંજૂર કરી 5.48 કરોડ રૂપિયા ઉચાપત કરી હોવાનું સામે આવ્યું હતું. જેમાં તત્કાલીન કાર્યપાલક ઈજનેર, ચાર એન્જિનિયર, એક એકાઉન્ટન્ટ, બે ક્લાર્ક તથા છ ઈજારદાર એજન્સી અને વેપારીઓએ ગેરરીતિ આચરી હતી. નવસારી સ્થિત ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કાર્યપાલક ઈજનેર જતીનકુમારે કુલ 14 શખસો સામે ખોટા બિલો મુકી કરોડ રૂૂપિયાની નાણાંકીય ઉચાપત કરી ફરિયાદ નોંધાવી હતી. આ મામેલ ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વર્ષ 2023માં સરકાર દ્વારા નવસારી જિલ્લામાં જુદી-જુદી પાણી પુરવઠાના યોજનાઓ માટે કુલ 34.29 કરોડ રૂૂપિયાની જોગવાઈ પૈકી 24 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. જેમાંથી 19.33 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાના બીલ મંજૂર કરાયા હતા. સરકારના રિજુવિનેશન કાર્યક્રમમાં મોટો ગોટાળો થયો હોવાની ચર્ચાઓ વચ્ચે વલસાડ જાહેર બાંધકામ વિભાગના કાર્યપાલક ઈજનેર આશાબેન પટેલે જાહેર આરોગ્ય વર્તુળ કચેરી વલસાડને એક પત્ર લખ્યો હતો.


જેમાં ચોંકાવનારી માહિતી સાથે થયેલી ફરિયાદના પગલે સમગ્ર પ્રકરણની તપાસ ગાંધીનગર સ્થિત આર્થિક ગુના નિવારણ શાખા સી.આઈ.ડી. ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપવામાં આવી હતી. તેની તપાસમાં નવસારી જિલ્લા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના અધિકારીઓ તેમજ ઈજારદાર એજન્સીઓએ એકબીજાની સાંઠગાંઠમાં ચીખલી તાલુકાના 25, ગણદેવી તાલુકાના 20 અને ખેરગામ તાલુકાના 12 મળીને કુલ 54 ગામમાં 90 કામ કાગળ ઉપર કર્યા હોવાનું બતાવી કુલ 5.48 કરોડ રૂૂપિયાની મોટી રકમ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, ગાંધીનગરના એફએએસ સોફ્ટવેરનો દુરુપયોગ કરી ઉચાપત કરી સરકારી તિજોરીને મસમોટું નુકસાન પહોંચાડાયું હતું.


આરોપીઓએ પોતાના સરકારી હોદાને દુરુઉપયોગ કરી, ઈજારદાર સાથે મળી ભાગ બટાઈ કરી લીધી હતી.
જે અંગે તા.29-6- 2024ના સી.આઈ.ડી. ક્રાઈમ બ્રાંચે, નવસારી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કાર્યપાલક ઈજનેરને પત્ર લખી ફરિયાદ નોંધાવવા હુકમ કર્યો હતો. જે આધારે જતીનકુમાર પટેલે સી.આઈ.ડી.સી. બ્રાંચમાં નિવૃત્ત કાર્યપાલક ઈજનેર, ચાર એન્જિનિયરો, એક એકાઉન્ટન્ટ બે કલાર્ક અને એજન્સી મેસર્સ અભિનંદન એન્ટરપ્રાઈઝ મળીને કુલ 14 સામે બે અલગ-અલગ ફરિયાદ નોંધાવી છે. કુલ મળીને 12.44 કરોડનું સરકારને આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version