વિરાણી સ્કૂલ ખાતે 1100 છાત્રોએ બનાવી રેડ રિબન

એઇડસ પ્રિવેન્સન કલબ દ્વારા એઇડસ દિવસની ઉજવણીના ભાગરૂપે વિરાણી સ્કુલ ખાતે ધો.9 થી 12ના 1100 છાત્રોની વિશાય રેડ રીબીન બનાવામાં આવી હતી. જેમાં હરેન્દ્રસિંહ ડોડીયા,…

એઇડસ પ્રિવેન્સન કલબ દ્વારા એઇડસ દિવસની ઉજવણીના ભાગરૂપે વિરાણી સ્કુલ ખાતે ધો.9 થી 12ના 1100 છાત્રોની વિશાય રેડ રીબીન બનાવામાં આવી હતી. જેમાં હરેન્દ્રસિંહ ડોડીયા, આચાર્યના માર્ગદર્શન રાજુભાઇ બામટા, સી.બી. માલાણી, જે.એમ. સરધારાએ જહેમત ઉઠાવી હતી. આ તકે અરૂણ દવે, ચિરાગ ધામેચા, વિશાલ કમાણી હાજર હતા.

એઇડસ પ્રિવેન્સન કલબ દ્વારા શનિવારે રેસકોર્ષ એથ્લેટીક ગ્રાઉન્ડમાં સવારે 9 વાગે 1500 છાત્રોની બે હજાર ફુટ લાંબી રેડ રિબન જી.ટી. શેઠ સ્કુલના સથવારે યોજાશે. રવિવારે સવારે 10 વાગે સ્કુલ ઓફ સાયન્સ ખંભાળા ખાતે રેલી સેમીનાર રિબન બનાવાશે.જયારે સોમવારે સવારે 9 કલાકે શહેર જીલ્લાની 1500 શાળાના ધો.9 થી 12 ના છાત્રો પોતાની શાળામાં રેડી રીબીન બનાવશે.

શિક્ષણાધિકારી કચેરીના સહયોગથી આ આયોજનમાં વિજ્ઞાન શિક્ષક એઇડસની સમજણ આપશે. 31 મી માર્ચ 2025 સુધીમાં બસોથી વધુ કાર્યક્રમો યોજાશે તેમ ચેરમેન અરૂણ દવેએ જણાવેલ છે. મંગળવારે પંચશીલ સ્કુલ ખાતે કેન્ડલ લાઇટ રેડ રીબીન સવારે 10 વાગે યોજાશે.સમાજના દરેક વર્ગે રાષ્ટ્રીય જનજાગૃતિમાં જોડાવા સંસ્થાએ અનુરોધ કર્યો છે. વિશેશ માહિતી હેલ્પલાઇન 98250 78000 ઉપર મળી શકશે.