Site icon Gujarat Mirror

મોરબીના મકનસર ગામેથી 11 વર્ષની સગીરાનું અપહરણ

પરિવારજનોએ અજાણ્યા શખ્સ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી

મોરબી તાલુકાના પ્રેમજીનગર (મકનસર) ગામેથી કોઈ અજાણ્યો શખ્સ યુવકનો 11 વર્ષના સગીરનું અપહરણ કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પ્રેમજીનગર (મકનસર) ગામે રહેતા ગોપાલભાઈ છનાભાઈ રાઠોડ (ઉ.વ.34) એ આરોપી અજાણ્યા ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી કોઇ અજાણ્યો ઇસમ ફરીયાદીના દીકરા યશ ઉર્ફે ધવલ ગોપાલભાઈ રાઠોડ ઉવ.11 વર્ષ વાળાને ફરીયાદીના કાયદેસરના વાલીપણા માંથી અપહરણ કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

બે બળદોને ક્રુરતાપૂર્વક લઈ જતાં બે શખ્સો ઝડપાયા
મોરબી નજીકના શકત શનાળા ગામે રહેતા 60 વર્ષના વૃદ્ધ ઘેનની વધુ પડતી ગોળીઓ ખાઈ લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવારમાં મોત થયું હતું.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના શકત શનાળા ગામે કુંભાર માટલાવાળી શેરી શક્તિ માતાજી મંદિર સામે રહેતા ભુદરભાઈ છગનભાઈ ફૂલતરીયા (ઉ.વ.60) નામના વૃદ્ધ પોતાના ઘરે ઘેનની વધુ પડતી ગોળી ખાઈ લેતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા ટૂંકી સારવાર દરમિયાન વૃદ્ધનું મોત થયું હતું મોરબી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

Exit mobile version