ગુજરાત

રૂા. પાંચમાં ભોજન આપતી શ્રમિક અન્નપૂર્ણા યોજનાના વધુ 100 કેન્દ્રો શરૂ થશે

Published

on

રાજયમા મકાન સહિત બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલ શ્રમિકોને નજીવા દરે ઉત્તમ ભોજન મળી રહે તે માટે શ્રમિક અન્નપુર્ણા યોજન શરૂૂ કરવામાં આવી છે. ગુજરાતમા અત્યારે 19 જિલ્લામાં કુલ 290 ભોજન વિતરણ કેન્દ્રો ચાલી રહ્યા છે અને આગામી દિવસોમાં વધુ 100 શ્રમિક ભોજન વિતરમ કેન્દ્ર શરૂૂ કરવામાં આવશે. આ અંગેની જાહેરાત શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે કરી છે.રાજયમાં એપ્રિલ 2024 થી અત્યાર સુધીમાં 75.70 લાખથી વધુ ભોજન ડિશનું વિતરણ કરવામાં આવ્યું છે. શ્રીમિક પરિવારોને ભોજન આપવા માટે રૂૂપિયા 42નો ખર્ચ આવે છે. આ ખર્ચમાથી શ્રમિકો પાસેથી રૂૂ.5 એક ડિશના લેવામાં આવે છે અને બાકીના 37 રૂૂપિયા સરકાર સબસીડી રૂૂપે ચુકવે છે. રાજયમાં અત્યારસુઘીમાં 2.93 કરોડથી વધુ ભોજન વિતરણ રૂૂિપિયા 150 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. હાલમાં 19 જિલ્લામાં 290 ભોજન વિતરણ કેન્દ્ર શરૂૂ છે.

ઉપરાંત જે બાંધકામ સાઇટ પર 50 થી વધુ શ્રમિકો હોય તો તે સાઇટ પર ભોજન પુરુ પાડવામાં આવે છે. શ્રમિકોને પાંચ રૂૂપિયામાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, મરચા અને ગોળ સહિતનું સ્વાદિષ્ટ ભોજન પુરુ પાડવામાં આવે છે. આ ઉપરાંત સપ્તાહમાં એક વખત સુખડી કે શિરાનું મિષ્ટાન પણ આપવામાં આવે છે. અમદાવાદ જિલ્લામાં 98 ગાંઘીનગરમાં 12, વડોદરામાં 21, સુરત જિલ્લામાં 40, રાજકોટમા 14, વલસાડમા 10, મહેસાણામાં 13,નવસારીમાં 9 પાટણમા 15 ભાવનગરમાં 6 ,આંણદમા 6 બનાસકાંઠાંમાં 8 ભરૂૂચમા 7 દાહોદમાં 5 જામનગરમા 11 ખેડામાં 4 મોરબીમા 6, પંચમહાલમા 1 અને સાંબરકાંઠામા 4 ભોજન કેન્દ્રો કાર્યરત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version