Site icon Gujarat Mirror

હનુમાન જયંતિના કાર્યક્રમના નાસ્તા બાદ ફૂડ પોઇઝનિંગથી 100 બાળકોને અસર

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાંથી એક ચોંકાવનારા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહીંની લોંગડી પ્રાથમિક શાળાના 100થી વધુ વિદ્યાર્થીઓ ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા છે. નાસ્તો કર્યા બાદ અચાનક બાળકોની તબિયત બગડતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે મહુવા જનરલ હોસ્પિટલ અને અન્ય હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, હનુમાન જયંતિના પવિત્ર અવસર નિમિત્તે ’મહાવીર સમાજ’ દ્વારા લોંગડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં બાળકોને નાસ્તામાં પાઉભાજી અને પુલાવ પીરસવામાં આવ્યા હતા. પાઉભાજી અને પુલાવ આરોગ્યા બાદ અચાનક જ વિદ્યાર્થીઓની તબિયત લથડવા લાગી હતી અને તેમને ઉલ્ટીઓ તથા પેટમાં દુખાવાની ફરિયાદ થવા લાગી હતી.

બાળકોની તબિયત બગડતા શાળા પરિસરમાં અને વાલીઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો મારફતે બાળકોને હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Exit mobile version