ગુજરાત

શહેર અને મોટી ખાવડીમાં જુગાર રમતા મહિલા સહિત 10 ઝડપાયા

Published

on

રોકડ સહીત રૂા.46910નો મુદામાલ જપ્ત

જામનગર તેમજ મોટી ખાવડી ખાતે પોલીસે જુદા જુદા જુગાર અંગેના બે દરોડા પાડયા હતા. જેમાં ચાર મહિલા સહિત 10 શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂૂપિયા 36,810 સહિત કુલ રૂૂા. 46,910નો મુદામાલ કબ્જે કરાયો હતો.


જામનગરના ખોડિયાર કોલોની, નીલકમલ મેઈન રોડ પર આવેલ ભગવતી જવેલર્સની બાજુમાં શેરી નંબર પાંચમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. જયાં તીનપતી નામનો જુગાર રમી રહેલ નયનાબેન બાબુલાલ રાઠોડ, મનિષાબેન જયેશભાઈ ગોપિયાણી, અલ્પાબેન ચેતનભાઈ વ્યાસ, તૃપ્તિબેન નિલેશભાઈ વાસુ, આનંદ અમૃતલાલ વાસુ, સચિન કિશનભાઈ બારોટ નામના 6 વ્યકિતની અટકાયત કરી તેઓ પાસેથી રોકડ રૂૂા. 18,100 સહિત કુલ રૂૂપિયા ર8,100નો મુદામાલ કબ્જે કર્યો હતો.


આ ઉપરાંત બીજો દરોડો મોટી ખાવડી ગામે નાગાર્જુન પેટ્રોલ પંપ પાછળ છગનભાઈ રામાભાઈ ડાંગર નામના શખ્સની ઓરડીમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. જ્યાં જુગાર રમી રહેલ છગન રામાભાઈ ડાંગર, ગૌરવ સુભાષભાઈ મહેરા, મેહુલ શામગર ગોસાઈ અને ચેતન જેન્તીભાઈ ગોસાઈ સહિત ચાર શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂૂા. 18,810 કબ્જે કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version