ગુજરાત

ટંકારા, કોડીનાર, ગોંડલ, જૂનાગઢમાં 1॥થી 4॥ ઇંચ

Published

on


સૌરાષ્ટ્રમાં સતત ચોથા દિવસે મેઘમહેર યાથવાત રહી છે. 7 જિલ્લાના 84 તાલુકામાં અડધાથી સાડા ચાર ઇંચ જેટલો વરસાદ વરસી જતા નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. જ્યારે અનેક ડેમોમાં નવા નીરની આવક નોંધાઇ છે. સતત વરસાદના પગલે વાવણી થયેલ પાક ઉપર સોનું વરસતા જગના તાતમાં ખુશીનો મહોલ છવાઇ ગયો છે. ગઇકાલે મોરબીના ટંકારામાં સૌથી વધુ સાડા ચાર ઇંચ વરસાદ ખબુક્યો હતો. હજુ પણ વાતાવરણ ખોરંભારેલુ હોવાથી વધુ વરસાદની આશા સેવાઇ રહી છે. સૌરાષ્ટ્રમાં ગઇકાલે 84 તાલુકામાં વરસાદ વરસ્યાના વાવડ પ્રાપ્ત થયા છે. જેમાં મોરબી જિલ્લાના ટંકારામાં 108 મીમી, કોડીનાર 88 મીમી, ગોંડલ 74 મીમી, જુનાગઢ 71 મીમી, જેતપુર 49 મીમી, સુત્રાપાડા 47 મીમી, કાલાવડ 42 મીમી, મેંદરડા 42 મીમી, વાંકાનેર 34 મીમી, માંગરોળ 28 મીમી, હળવદ 25 મીમી, જુનાગઢ શહેર 25 મીમી, કેશોદ 19 મીમી, માણાવદર 16 મીમી અને ભાણવડ 5 મીમી સહિત સાડા ચાર ઇંચથી વધુ વરસાદ વરસી ગયો છે. અનરાધાર વરસાદના પગલે નદીઓ ગાંડી તૂર થતા અનેક ડેમોમાં નવા નીરની આવક નોંધાઇ છે.


હળવદમાં વીજળી પડી

મોરબી શહેરને બાદ કરતા તમામ તાલુકાઓમાં મેઘ મહેર જોવા મળી હતી. અને હળવદના જોગડ અને ચિત્રોડી તથા ટંકારાના કલ્યાણપર ગામે વિજળી પડવાના બનાવ સામે આવ્યા હતા જોકે તેમાં કોઈ સદ નસીબે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ હળવદમાં જેમાં એક શ્રમીક અને ભેંસનું મોત નિપજ્યું હતું. હવામાન વિભાગની આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે બુધવારે મોરબી જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો હતો. જેમાં મોરબી શહેરને બાદ કરતા તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. ત્યારે ટંકારામાં સૌથી વધુ 109 મીમી વરસાદ વરસ્યો હતો. ટંકારા શહેર અને ટંકારા તાલુકાના મીતાણા, કલ્યાણપર ભુતકોટડા, હરબટીયાળી સહિતના ગામોમાં આજે બપોરબાદ વરસાદ વરસ્યો હતો તો કલ્યાણપર ગામે ઘરની છત ઉપર લગાવેલ સૌલાર પર વિજળી પડી હતી જેથી ટાઈલ્સમા નુકસાન થયું. તેમજ માળિયા અને વાંકાનેર પંથકમાં પણ મેઘ મહેર જોવા મળી હતી. જ્યારે હળવદ વિસ્તારમાં પણ સાંજ નાં સમયે વરસાદી માહોલ જામ્યો હતો જોત જોતા માં 40 મીમી વરસાદ વરસ્યો હતો તો જોગડ ગામે વિજળી પડતા અનિલભાઈ અર્જુનભાઈ નાયક (ઉ.વ.22) નામના શ્રમીકનુ મોત નિપજ્યું હતું. તો ચિત્રોડી ગામે વિજળી પડતા ભેંસનું મોત નિપજ્યું હતું.તો મોરબી તાલુકામાં 01 મીમી,વાંકાનેર તાલુકામાં 31 મીમી અને માળીયા તાલુકામાં 14 મીમી વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં ગઇકાલે મોરબી જિલ્લાના ટંકારા ખાતે સૌથી વધુ સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સૌથી ઓછો ભાણવડ 5 મીમી વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના પગલે આજી-1 અને ફોફળ સહિત 8 ડેમોમાં વરસાદી પાણીની નવી આવક નોંધાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version