રાષ્ટ્રીય

SFA ચેમ્પિયનશિપનો 4 ઓક્ટોબરથી પ્રારંભ, 1.50 લાખ વિદ્યાર્થીઓ ભાગ લેશે

Published

on

સ્પોર્ટ્સ ફોર ઓલ (એસએફએ) દ્વારા SFAચેમ્પિયનશિપ 2024-25ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભારતના 10 શહેરોમાંથી 7 હજાર જેટલી સ્કૂલના 1.50 લાખ જેટલા વિદ્યાર્થીઓ 31 જેટલી રમતોમાં ભાગ લેશે. SFAચેમ્પિયનશિપ તેના નવ વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર નાગાલેન્ડ (દીમાપુર) ખાતે પ્રથમવાર પહોંચશે. SFAચેમ્પિયનશિપ 2024 માટે રજીસ્ટ્રેશન www.SFAPLAY.comપર શરૂૂ થઈ ચૂક્યું છે.


SFAચેમ્પિયનશિપ તેના પ્રારંભથી વિકાસ તરફ અગ્રેસર છે, 2015માં મુંબઈથી શરૂૂ થયા બાદથી હૈદરાબાદ, ઉત્તરાખંડ, પુણે, દિલ્હી, બેંગ્લુરુ, ઈન્દોર, અમદાવાદ અને જયપુર સહિતના સ્થળોએ એમ કુલ 21 ચેમ્પિયનશિપનું આયોજન થઈ ચૂક્યું છે. 2024 સિઝનનો પ્રારંભ 4 ઓક્ટોબરે ઉત્તરાખંડમાં પ્રારંભ થશે અને 6 થી 16 ડિસેમ્બરે જયપુરમાં ફાઈનલ ચેમ્પિયનશિપ યોજાશે. જઋઅનો ઉદ્દેશ્ય બહુવિધ રમતોમાં પ્રતિભા શોધવા માટે સુલભ હોય તેવા એકીકૃત પ્લેટફોર્મનું સર્જન કરવાનો છે. તે ગ્રાસરુટ પર રમતોને પ્રોફેશનલી, વ્યવસ્થિત રીતે અને પૂરતા મોનટરીંગ સાથે યોજી રહ્યું છે. જઋઅનો ઉદ્દેશ્ય ભારતને એવા દેશમાં પરિવર્તિત કરવાનો છે જ્યાં રમતોનું મૂલ્ય સમજવામાં આવતું હોય અને રમતોમાં મોટાપાયે રોકાણ થઈ રહ્યું હોય.

3 થી 18 વર્ષની વયના એથ્લિટ્સ SFAચેમ્પિયનશિપમાં 31 જેટલી વિવિધ રમતોમાં ભાગ લઈ શકશે. SFAઆ સાથે એઆઈ-પાવર્ડ વીડિયો અને ટેક ઈનેબલ્ડ ફિટનેસ વિશ્ર્લેષણ સાથે ટેકનોલોજીની મદદ ચેમ્પિયનશિપમાં લેશે. જેથી કોચ અને ખેલાડીઓને જરૂૂરી ડિટેલ્ડ વિશ્ર્લેષણ આપવામાં આવે જેથી તેઓ ભાવિ ટ્રેનિંગમાં સુધારા માટે તેનો ઉપયોગ કરી શકે. SFAચેમ્પિયનશિપને ગ્રાસરુટ અને પ્રતિસ્પર્ધી રમતોની સિરીઝમાં ભારતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ જીયોસિનેમા પર પણ પ્રસારિત કરવામાં આવશે. SFAચેમ્પિયનશિપ્સના રજીસ્ટ્રેશન માટે ક્લિક કરો – SFAPLAY.COM..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version