Site icon Gujarat Mirror

રાજકોટ પુત્રીના ઘરે આંટો મારી પરત ફરતા પિતાનું બાઇક અકસ્માતમાં મોત

oplus_2097152

 

મોરબીમાં નવલખી રોડ ઉપર આવેલા કુબેરનગરમાં રહેતા વૃદ્ધ રાજકોટ રહેતી પુત્રીને મળીને પરત મોરબી જઈ રહ્યા હતા. ત્યારે કાગદડી પાસે પહોંચતા વૃદ્ધે ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થયું હતું. જે બાઈક અકસ્માતમાં ઘવાયેલા વૃદ્ધનું મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગરમાં રહેતા જેન્તીભાઈ છગનભાઈ ટાંક નામના 65 વર્ષના વૃદ્ધ ગઈકાલે પોતાનું બાઈક લઇ રાજકોટથી મોરબી જતા હતા ત્યારે કાગદડી પાસે પહોંચતા જેન્તીભાઈ ટાંકે ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થયું હતું. જે બાઈક અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બાઈક ચાલક જેન્તીભાઈ ટાંકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક જેન્તીભાઈ ટાંક બે ભાઈ બે બહેનમાં નાના હતા અને તેમને સંતાનમાં બે પુત્રી છે. જેન્તીભાઈ ટાંક કારખાનામાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જેન્તીભાઈ ટાંકની પુત્રી જાગૃતિબેન રાજકોટમાં બોલબાલા માર્ગ ઉપર આવેલ વાલકેશ્વર સોસાયટીમાં રહે છે જેન્તીભાઈ ટાંક પુત્રી જાગૃતિબેનના ઘરે આટો મારવા આવ્યા હતા અને આટો મારીને પરત ફરી રહ્યા હતા ત્યારે કાગદડી પાસે ડ્રાઇવિંગ પરનો કાબૂ ગુમાવતા જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

Exit mobile version