Sports

ગુજરાત ટાઈટન્સનો મુખ્ય કોચ બનશે યુવરાજસિંહ ?

Published

on

ગૌતમ ગંભીરે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચનું પદ સંભાળી લીધું છે, હવે તેનો સાથી ખેલાડી યુવરાજ સિંહ પણ આ ભૂમિકામાં જોવા મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુવરાજ સિંહ ગુજરાત ટાઈટન્સનો મુખ્ય કોચ બનવા જઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયાને 2 વર્લ્ડ કપ જીતાડનાર યુવરાજ સિંહ હવે આઈપીએલમાં વાપસી કરવા જઈ રહ્યો છે.
ગુજરાત ટાઈટન્સના કોચ આશિષ નેહરા અને ડિરેક્ટર વિક્રમ સોલંકી ટીમ છોડી શકે છે. આઈપીએલ 2025ની મેગા ઓક્શન પહેલા આ મોટો ફેરફાર થઈ શકે છે. અહેવાલો અનુસાર, હવે ગુજરાત ટાઈટન્સ મેનેજમેન્ટે યુવરાજ સિંહનો સંપર્ક કર્યો છે.


હાલમાં યુવરાજ સિંહ વિશ્વભરના નિવૃત્ત ખેલાડીઓની લીગમાં ભાગ લઈ રહ્યો છે. પરંતુ હવે માનવામાં આવી રહ્યું છે કે તે કોચની ભૂમિકામાં જોવા મળી શકે છે. જો કે યુવરાજ સિંહ પાસે પણ આઈપીએલનો લાંબો અનુભવ છે. યુવીએ આઈપીએલની 132 મેચમાં 2750 રન બનાવ્યા છે. આ દરમિયાન યુવીના બેટમાંથી 13 અડધી સદી પણ આવી. યુવરાજ પંજાબ, હૈદરાબાદ, પૂણે વોરિયર્સ, આરસીબી, મુંબઈ ઈન્ડિયન્સ જેવી ટીમો માટે રમી ચૂક્યો છે. આવી સ્થિતિમાં, યુવરાજ જાણે છે કે તેણે કઈ માનસિકતા સાથે આ લીગમાં પ્રવેશ કરવો જોઈએ.


એ જ રીતે યુવરાજ સિંહના સિનિયર ખેલાડી રાહુલ દ્રવિડ વિશે પણ સમાચાર આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દ્રવિડ રાજસ્થાન રોયલ્સનો નવો મુખ્ય કોચ બની શકે છે. તે કુમાર સંગાકારાની જગ્યા લઈ શકે છે. ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં જ દ્રવિડના કોચિંગ હેઠળ ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો અને હવે તેનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે, ત્યારે તે આઈપીએલમાં વાપસી કરી શકે છે. દ્રવિડ અગાઉ રાજસ્થાન રોયલ્સના મુખ્ય કોચ રહી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version