Site icon Gujarat Mirror

અકસ્માતમાં 90 ટકા દિવ્યાંગતા પામનાર યુવકને 1.03 કરોડનું વળતર ચૂકવવા આદેશ

રાજકોટ મોટર એક્સિડન્ટ ક્લેઇમ ટ્રીબ્યુનલ (સ્પેશિયલ કોર્ટ) 9 માં એડી. ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા આ મહતવ્નો ચુકાદો તા. 23/01/2026 ના રોજ આપવામાં આવેલ. આમ અરજદાર જીતેન્દ્ર ડાયાભાઈ મારકણા તા. 19/01/2016 ના રોજ મો.સા. નં. GJ – 03 – HF – 7721 વાળું લઈને આટકોટ ગોંડલ ચોકડી તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન કાર નં. GJ-05 – CF – 4359 ના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને બેફિકરાઈથી ચલાવી, અરજદાર ને મો. સા. સહિત અડફેટે લેતા અકસ્માત સર્જાયેલ. તેઓને અકસ્માતથી થયેલ ઇજાઓ થતાં આવેલ કાયમી ખોડના લીધે તથા થયેલ સારવાર ખર્ચ અને અન્ય નુકશાની પેટે અરજદારે મોટર વ્હીકલ એક્ટ 1988 ની કલમ – 166 હેઠળ વળતર વ્યાજ સહિત મેળવવા ધ ઓરીએન્ટલ ઈન્સ્યોરન્સ કુ. લી. સામે કરેલ.

આમ આ અકસ્માત બાદ અરજદારને શરીરમાં ઘણી બધી જગ્યાએ ઇજાઓ થયેલ અને અરજદારને આખા શરીરની 90% જેવી કાયમી ખોડ ખાપણ રહી જતાં નામદાર કોર્ટ એ તેમના મેડીકલ બીલ તથા અરજદારની આ પરિસ્થિતી જોઈ તથા તપસીને તથા વીમા કંપનીના વકીલશ્રી ની દલીલ ને ગ્રાહય ન રાખીને આ મહત્વનો ચુકાદો આપેલ.

ઇજા પામનારે કાયદાની સતર્કતાને ધ્યાને લઈને વર્ષ 2016 માં કોર્ટ સમક્ષ અરજી દાખલ કરેલ જેમાં અરજદારના વકીલની દલીલ તથા હાઇકોર્ટ તથા નામદાર સુપ્રીમ કોર્ટ ના જજમેંટ ને ધ્યાને લઈ આ એમ.એ.સી.ટી. સ્પેશિયલ કોર્ટ દ્વારા આખરી હુકમ ફરમાવવામાં આવેલ જે મુજબ અરજદારને 1,03,96,200. ( એક કરોડ ત્રણ લાખ છનું હજાર બસો પૂરા) નું વળતર 30 દિવસમાં ચૂકવવા વીમા કંપનીને આદેશ કરાયેલ. આ મહત્વપૂર્ણ ચુકાદામાં ઇજા પામનાર વતી રાજકોટના બાવીશી લો ફર્મના વિધવાન ધારાશાસ્ત્રી સંજય જી. બાવીશી, શ્રેય એસ. બાવીશી તથા મદદનિશ તરીકે કૌશલરાજસિંહ ડી. વાળા રોકાયેલ હતા.

Exit mobile version