બંદૂકના નાળચે યુવાનનું અપહરણ કરી રોકડ-કાર અને દાગીનાની લૂંટ

મિત્ર કામ છે કહી કારમાં લઇ ગયા બાદ ઇશ્ર્વરિયા વિસ્તારમાં લઇ જઇ હાથ પગ બાંધી માર માર્યો બે શખ્સોએ લમણે બંદૂક રાખી કહ્યું, તારા પિતાને…

મિત્ર કામ છે કહી કારમાં લઇ ગયા બાદ ઇશ્ર્વરિયા વિસ્તારમાં લઇ જઇ હાથ પગ બાંધી માર માર્યો

બે શખ્સોએ લમણે બંદૂક રાખી કહ્યું, તારા પિતાને કહે કે સાયબર ક્રાઇમ પોલીસ ગાંધીનગરથી આવી છે, સમાધાનના 40 લાખ માંગે છે

રાજકોટ શહેરમા કાયદો વ્યવસ્થાની સ્થીતી કથળી રહી છે. ત્યારે રાજકોટનાં જુના મોરબી રોડ પર સોહમ નગરમા રહેતા યુવાનનુ તેની જ કારમા મીત્ર સહીતનાં શખસોએ અપહરણ કરી ઇશ્ર્વરીયા ગામનાં વીડી વિસ્તારમા લઇ જઇ હાથ – પગ બાંધી અને લમણે બંદુક મુકી 1પ હજારની રોકડ, 3 સોનાની વીટી, 17 લાખની કાર તેમજ સોનાની માળાની લુંટ ચલાવી હતી . આ મામલે બી ડીવીઝન પોલીસ અને ક્રાઇમ બ્રાંચ સહીતનાં સ્ટાફે યુવકનુ નીવેદન નોંધી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા તજવીજ શરુ કરી છે.

રાજકોટ શહેરનાં મોરબી રોડ પર સોહમ નગરમા રહેતા રણધીર રુપેશભાઇ કટારીયા (ઉ.વ. રપ ) નામનાં યુવાને રાત્રીનાં અગ્યાર વાગ્યે પોતાનાં ઘર પાસે રહેતા મીત્ર મોહીત ગોહીલ અને તેની સાથેનાં અજાણ્યા બે શખસોએ ઇશ્ર્વરીયા વિસ્તારમા લઇ જઇ બેફામ માર મારતા તેમને સારવાર માટે સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવ્યો હતો . આ ઘટના મામલે બી ડીવીઝન પોલીસ મથકનાં પીઆઇ રાણેની રાહબરીમા ડી સ્ટાફ દ્વારા યુવકનુ નીવેદન લઇ તપાસ શરુ કરી હતી . આ ઘટનામા સિવીલ હોસ્પીટલમા ખસેડાયેલા રણધીરે આક્ષેપો કરતા જણાવ્યુ હતુ કે પોતે ગઇકાલે રાત્રે ઘર પાસે હતો . ત્યારે મીત્ર મોહીત ગોહીલ અને તેની સાથે આવેલા બે શખસોએ ચાલ ગણેશ નગરમા કામ છે કહી કારમા લઇ ગયા હતા.

અને કાર ઇશ્ર્વરીયા તરફ હંકારી હતી . અને ત્યા અવાવરુ જગ્યાએ રણધીરને લઇ જઇ બંને હાથ બાંધી બેફામ માર માર્યો હતો ત્યારબાદ મોહીતની સાથે રહેલા બંને શખસોએ રણધીરનાં લમણે બંદુક મુકી અને કહયુ કે તારા પિતાને ફોન કરીને કહે કે ગાંધીનગરથી સાયબર ક્રાઇમ પોલીસ આવી છે. અને મને સાઇબર ક્રાઇમ પોલીસ ઉપાડીને ગાંધીગ્રામ લઇ જઇ રહી છે અમે ચોટીલાથી આગળ પહોંચી ગયા છીએ. આ કેસમા સમાધાન કરવુ હોય તો 40 લાખ રૂપીયા આપવા પડશે . ત્યારબાદ રણધીરે આ હકીકત તેમનાં મીત્રને ફોન પર જણાવ્યુ હતુ . અને તેમનાં મીત્રએ રણધીરનાં પિતાને વાત કરી હતી.

ત્યાર બાદ આરોપીઓએ રણધીર પાસેથી 1પ હજારની રોકડ , 17 લાખની કાર, 3 સોનાની વીટી, 1 સોનાની માળા, અને એક લાખનો મોબાઇલ લુટી લીધો હતો. રણધીર પાસે રહેલી 1પ હજારની રોકડ તેમનાં બહેનનાં પ્રસંગમા વાપરવાની હતી તે પણ આરોપીઓ લઇ ગયા હતા. ત્યાર બાદ ખેતરે જતા રસ્તા તરફ કાર આગળ લઇ મોહીત અને બે મીત્રો કારમાથી ઉતરવા જતા રણધીર મોકો જોઇ ભાગ્યો હતો . અને વાહનો જતા હોય તે રસ્તે આગળ આગળ જતો.

તેમજ અજવાળુ થતા ખેતરમા રહેલા એક ખેડુત પાસેથી મોબાઇલ લઇ તેમનાં પિતાને જાણ કરી હતી કે પોતાનુ મીત્ર મોહીત દ્વારા અપહરણ કરાયુ હતુ. અને હુ અત્યારે ઇશ્ર્વરીયા વિસ્તારમા છુ. ત્યારબાદ રણધીરનાં પિતા તેમને લેવા ઇશ્ર્વરીયા પહોંચ્યા હતા. અને રણધીરને તુરંત સિવીલ હોસ્પીટલ ખાતે સારવાર માટે લઇ જવાયો હતો આ ઘટનામા બી ડીવીઝન પોલીસ અને ક્રાઇમ બ્રાંચનો સ્ટાફ તપાસમા જોડાયેલો છે. આ ઘટનામા રણધીરે કરેલા આક્ષેપો કેટલા સાચા છે. તે અંગે તપાસ ચાલી રહી હોવાનુ પોલીસ સુત્રોએ જણાવ્યુ હતુ.

અપહરણકારોની ચૂંગાલમાંથી છૂટ્યો ત્યાં દીપડો પાછળ દોડ્યો, માંડ બચ્યો
હોસ્પીટલ બીછાને રહેલા રણધીરે આક્ષેપો કર્યા હતા કે પોતે ગઇકાલે મોડી રાત્રે અપહરણકારોની ચુંગાલમાથી છુટી હેમખેમ ખેતરો તરફ ભાગ્યો હતો. જયા ચાલતા ચાલતા તેમની પાછળ દીપડો દોડયો હતો . અને તે વખતે તેમણે પોતાની પાસે રહેલી લાકડીનો ઘા કરતા દીપડો ત્યાથી ભાગી ગયો હતો અને ત્યાથી બચીને એક ખેતરમા પહોંચી અને ત્યાથી તેમનાં પરીવારજનોને સમગ્ર બનાવની જાણ કરી હતી. રણધીર હાલ એલએલબીનો અભ્યાસ કરે છે.