મોરબીના રાજપર (કુંતાસી) ગામની સીમમાં આવેલ તળાવમાં એક યુવાન ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું.
બનાવની વિગતો અનુસાર રાજપર (કુંતાસી) ગામની સીમમાં ફડસર ગામ તરફ જવાના રસ્તા પર આવેલ તળાવમાં ડૂબી જતા પ્રકાશભાઇ પ્રતાપભાઇ પલાસ ઉવ.25 વાળાનું મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માતે મૃત્યુનો કેસ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ક્ધવેર બેલ્ટમાં આવી જતા આધેડ મહિલાનું મોત
વાંકાનેરનાં ઢુવા માટેલ રોડ અમરધામ પાસે એક કારખાનામાં સફાઈ કરતી વેળાએ ક્ધવેર બેલ્ટમાં આવી જતા આધેડ મહિલાનું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર કમલાબાઇ મનીરામભાઇ સોન નામની મહિલા ઢુવા માટેલ રોડ અમરધામ પાસે સનહાર્ટ સીરામીક કારખાનામાં સફાઈ કરી રહી હતી. દરમિયાન ક્ધવેર બેલ્ટમાં અકસ્માતે સાડી આવી જતા વાળ પણ બેલ્ટમાં આવી ગયા હતા. જેના કારણે માથામાં ગંભીર ઈજાઓ થતા આધેડ મહિલાનું મોત થયું હતું.
આધેડએ ઝેરી દવા પીધી: સારવારમાં મોત
હળવદના કડીયાણા ગામે લીવરની તકલીફથી પીડાતા આધેડએ પાકમાં છાંટવાની ઝેરી દવા પી લેતાં તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના કડીયાણા ગામે જાદવજીભાઇ કાનજીભાઇ વઢરેકીયા નામના આધેડને છેલ્લા એક વર્ષથી લીવરની તકલીફ હોય જેનાથી કંટાળી તેમણે પાકમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી, જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

