જામનગરમાં નવી કોર્ટ બિલ્ડિંગથી પંચવટી સુધી નવો રસ્તો બનાવવાની યુવક કોંગ્રેસની માંગ

જામનગરમાં નવી કોર્ટ બિલ્ડીંગ પાસે ના સીસી રોડ થી પંચવટી સુધી નવો રોડ બનાવવા ની માંગ સાથે જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી માંગણી સાથે રજૂઆત…

જામનગરમાં નવી કોર્ટ બિલ્ડીંગ પાસે ના સીસી રોડ થી પંચવટી સુધી નવો રોડ બનાવવા ની માંગ સાથે જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી માંગણી સાથે રજૂઆત કરવામાં આવી છે.

જામનગર શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ મહિપાલસિંહ જાડેજા ની આગેવાની માં આજે જિલ્લા કલેકટર કચેરી માં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે ગાંધીનગર વિસ્તારમાં જિલ્લા કોર્ટ, રાજ્યકક્ષાનું સ્પોર્ટસ સંકુલ, સાયન્સ સેન્ટર તથા કર્મચારીઓના આવાસ વગેરે જેવા મોટા પ્રોજેકટ ચાલી રહ્યા છે.

હાલ આ વિસ્તારમાં આવન-જાવન માટે નવી કોર્ટ પાસે બનેલ રોડ અને બીજો જે ગાંધીનગર તરીકે ઓળખાતો રસ્તો, આ બે મુખ્ય રસ્તા છે. આવનાર દિવસોમાં આ રસ્તા પર ટ્રાફિકનું ભારણ વધે તેમ છે, આથી આ વિસ્તારમાં હજુ વધારાના રોડની જરૂૂર છે. નવા બનેલા માર્ગથી પંચવટી ચાર રસ્તા સુધી એટલે કે સ્પોર્ટસ સંકુલ અને સાયન્સ સેન્ટરની બાજુમાંથી નવો રસ્તો બનાવવામાં આવે. તેથી સંભવિત ટ્રાફિક સમસ્યાનો હલ થઈ શકે. આથી તાકિદના ધોરણે નવા માર્ગને મંજુરી આપવામાં આવે તે જરૂૂરી છે. આ આવેદનપત્ર પાઠવતી વેળાએ મહિપાલસિંહ જાડેજાની સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, શક્તિસિંહ જેઠવા સહિત ના ઓ જોડાયા હતા.