જૂનાગઢના વિલિંગ્ડન ડેમ પર ઝેરી દવા પી યુવાનનો આપઘાત

જૂનાગઢના વિલિંગ્ડન ડેમ પર આવેલા ડુંગર પરથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. યુવકે ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આપઘાતનું…

જૂનાગઢના વિલિંગ્ડન ડેમ પર આવેલા ડુંગર પરથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. યુવકે ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આપઘાતનું કારણ અકબંધ છે.

જૂનગાઢના ઝાંઝરડા રોડ વિસ્તારમાં રહેતા 40 વર્ષીય રાકેશ જેઠવા નામના યુવાનનો વિલિંગ્ડન ડેમ પરના ડુંગર પરથી મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, તેમણે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.આ ઘટનાની જાણ થતાં જ જૂનાગઢ પોલીસ અને વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો.

પોલીસે ઘટના સ્થળનું નિરીક્ષણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, તેમજ આ દુ:ખદ ઘટના અંગે યુવકના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. પરિવારના સભ્યના આવા અચાનક મોતના સમાચાર મળતા જ પરિવારમાં ભારે આક્રંદ અને શોકનું મોજું ફરી વળ્યું છે. યુવકે કયા કારણોસર આટલું આકરું પગલું ભર્યું અને ઝેરી દવા પીને આપઘાત કર્યો, તેનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. હાલ પૂરતું આપઘાતનું કારણ અકબંધ છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળીને તેને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ અને પરિવારના નિવેદનો નોંધ્યા પછી જ આપઘાત પાછળનું સાચું કારણ બહાર આવશે.