ખેતીની જમીનમાં સ્પોર્ટસ કોમ્પલેક્સ ઉભું થઇ ગયું, રૂપિયા 45 લાખનો દંડ

રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.ઓમપ્રકાશ દ્વારા જમીનોના ગેરકાયદે ઉપયોગ અને શરતભંગ સામે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં ફાળવવામાં…

રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.ઓમપ્રકાશ દ્વારા જમીનોના ગેરકાયદે ઉપયોગ અને શરતભંગ સામે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં ફાળવવામાં આવેલી સરકારી જમીનોમાં શરતભંગ થવાના કિસ્સાઓ સામે આવતા તંત્ર દ્વારા કુલ 85 લાખ રૂૂપિયાથી વધુનો માતબર દંડ ફટકારવામાં આવ્યો છે.

શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલી કિડની હોસ્પિટલ નજીક અંદાજે 5 એકર જેટલી જમીન ખેતી વિષયક હેતુની જમીન છે. પરંતુ, નિયમો વિરુદ્ધ જઈને આ જમીન પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખડકી દેવામાં આવ્યું હતું. શરતભંગના આ કેસમાં કલેક્ટર તંત્ર દ્વારા રાજકોટ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી આશરે 5,000 ચોરસ મીટર જેટલી સરકારી જમીનમાં પણ ફાળવણીની શરતોનો ભંગ થયાનું માલુમ પડ્યું હતું. આ બાબતે કડક કાર્યવાહી કરીને 45 લાખ રૂૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ ઉપરાંત અન્ય અલગ-અલગ 3 કેસોમાં પણ શરતભંગના મામલા સામે આવતા કુલ મળીને 85 લાખ રૂૂપિયાથી વધુનો દંડ રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમપ્રકાશ દ્વારા વસૂલવાનો આદેશ કરવામાં આવ્યો છે.