Site icon Gujarat Mirror

મોરબીના સોખડામાં દવા પી યુવાનનો આપઘાત, પરિવારમાં શોક

મોરબી તાલુકાના સોખડા ગામનો રહેવાસી મયુર કાનજીભાઈ સુરેલા (ઉ.વ.18) નામનો યુવાન ગત તા. 16 ઓગસ્ટના રોજ કોઈ કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો સારવાર દરમિયાન યુવાનનું મોત થયું છે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.ટંકારાની ધર્મભક્તિ સોસાયટીમ રહેતા 90 વર્ષના વૃદ્ધા ઘરે બેભાન થઇ જતા હોસ્પિટલ ખસેડાયા હતા સારવારમાં વૃદ્ધાનું મોત થયું હતું.

વૃદ્ધાના મોતનું કરણ જાણવા વિશેરા લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ટંકારાના લતીપર રોડ પર આવેલ ધર્મ ભક્તિ સોસાયટીના રહેવાસી જવીબેન ધારાભાઇ ઝાપડા (ઉ.વ.90) નામના વૃદ્ધા ગત તા. 06 ઓગસ્ટના રોજ પોતાના ઘરે બેભાન થઇ જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા સારવારમાં વૃદ્ધાનું મોત થયું હતું જોકે મોતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી જેથી ફરજ પરના ડોકટરે મૃતકના વિશેરા લીધા છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે ટંકારા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

Exit mobile version