ગુજરાત

સાવરકુંડલાના ખોડિયાણામાં ફરિયાદ પાછી ખેંચવા દબાણ કરતા યુવકનો આપઘાત

Published

on

સાવરકુંડલા તાલુકાના ખોડિયાણા ગામે 2013માં મારામારીની ઘટના બની હતી જેમાં સાવરકુંડલા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. સુખાભાઈ બાઘા ભાઈ મોર અને લાલજીભાઈ વાઘાભાઈ મોર સામે જે બંને ખોડીયાળા ના રહેવાસી છે તે એણે મનસુખભાઈ નામની વ્યક્તિને માર માર્યો હતો જે કેસ સાવરકુંડલા કોર્ટમાં ચાલી જતા બેમાંથી આરોપી એક ને પાંચ વર્ષની સજા થઈ અને લાલજીભાઈ મોરને નિર્દોષ છોડવામાં આવ્યા ફરિયાદીએ અપીલ કરતા સેશન્સ કોર્ટમાં આ બાબતે ત્રણેક દિવસ પહેલા ચુકાદો હોય આરોપીને ફરિયાદી બંને સેશન્સમાં હાજર હોય સેશન્સમાં ફરિયાદી પક્ષે વકીલ ન હોય અને ફરિયાદી પક્ષ ના મરણ થનાર મૃતક મનસુખભાઈ પાસે વકીલ રોકવાના પૈસા ન હોવાથી તેમને સરકારી વકીલ મળે કે કેમ તે જોગવાઈ ની નામદાર કોર્ટ તપાસ કરી રહી હતી તે જ દરમિયાન તેમણે તારીખ 30 11 2024 ના રોજ જાતે દવા પીધી અને સારવાર માટે પ્રથમ સાવરકુંડલા અને ત્યારબાદ અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જ્યાં તારીખ બે 12 2024 ના રોજ સવારે 9:30 કલાકે ફરિયાદી મૃતક મનસુખભાઈનું મૃત્યુ થયેલ.


મૃતક ના ભાઈ ગુણવંતભાઈ નાનુભાઈ વાઘમશી રહેવાથી ખોડીયાણા ના એ જ પોતાના ભાઈનું સારવાર દરમિયાન અમરેલી સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થતાં ડેડ બોડી સ્વીકારવાની ના પાડી. જ્યાં સુધી મારા ભાઈને ન્યાય નહીં મળે અને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ નહીં થાય ત્યાં સુધી અમે ડેડબોડી નહીં લઈએ તેવું પોલીસને જણાવ્યું આખરે સાવરકુંડલા પોલીસ મથકમાં છ જણા વિરુદ્ધ મરી જવા મજબૂર કરવા બાબતે અને પોતાના ભાઈને કેસ પાછો ખેંચી લેવા અવારનવાર રાગ ધમકીને દબાણ કરનાર આ છ વ્યક્તિઓ હતા તેવું તેણે તેની ફરિયાદમાં જણાવ્યું છે આથી સાવરકુંડલા પોલીસ મથકમાં સુખાભાઈ વાઘાભાઈ મોર, લાલજીભાઈ વાઘાભાઈ મોર, ધવલભાઇ લાલજીભાઈ મોર, કાનજીભાઈ માયાભાઇ બગડા, મનસુખભાઈ મનજીભાઈ વેકરીયા અને છ શરદભાઈ નાનાભાઈ ગોદાણી રહેવાથી આંબરડી ઉપર પોલીસ ફરિયાદ નોંધવામાં આવી.


મૃતકના ભાઈએ લાશ સ્વીકારી તેમનો અગ્નિસંસ્કાર કરી દીધો છે મહત્વની વાત એ છે કે જ્યારે 30 11 ના રોજ કોર્ટમાં મૃતકે ઝેરી દવા પીધી અને વધુ સારવાર માટે તેને અમરેલી સિવિલમાં દાખલ કરવામાં આવ્યો તે સમય દરમિયાન સાવરકુંડલા કોર્ટના રજીસ્ટાર ક્લાર્ક દ્વારા રાજ્ય સરકારી સેવક ઉપર દબાણ લાવવા બાબતે એક એનસી ફરિયાદ પણ નોંધવામાં આવી છે હાલ સાવરકુંડલા તાલુકા પોલીસ અધિકારી ચૌધરી આ સમગ્ર ઘટનાની તપાસ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version