મેટોડામાં 10 હજારનું દેવુ થઇ જતા યુવકનો એસીડ પી આપઘાતનો પ્રયાસ

મેટોડામાં રહેતા યુવાને 10 હજારનું દેણુ થઇ જતા ચિંતામાં એસીડ પી લીધુ હતું. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે…

મેટોડામાં રહેતા યુવાને 10 હજારનું દેણુ થઇ જતા ચિંતામાં એસીડ પી લીધુ હતું. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મેટોડામાં રહેતા અને પેટ્રોલપંપમાં નોકરી કરતા વિવેક પકજભાઇ પરમાર નામનો 19 વર્ષના યુવાને સાંજના છએક વાગ્યાના અરસામાં એસીડ પી લેતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં વિવેક પરમાર બે ભાઇમાં મોટો છે અને રૂા.10 હજારનુ દેણુ થઇ જતા તેની ચિંતામાં એસીડ પી લીધુ હોવાનું જાણવા મળ્યુ છે.

આ ઉપરાંત બીજા બનાવમાં શાપરમાં રહેતા ભગવાનજી ચુનીલાલ સોંદરવા નામના 24 વર્ષના યુવાને રાત્રીના અગીયારેક વાગ્યાના અરસામા ફિનાઇલ પી લેતા તબિયત લથડી હતી યુવકને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.