હલેન્ડામાં ‘મરઘો’ ચોરીને મારી નાખ્યાની શંકાએ યુવાન પર હુમલો

સરધાર પાસેના હલેન્ડા ગામે રહેતાં યુવાન પર તેના જ કાકાના સગામાં થતાં શખ્સોએ પાઇપથી હુમલો કરી બેફામ માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો…

સરધાર પાસેના હલેન્ડા ગામે રહેતાં યુવાન પર તેના જ કાકાના સગામાં થતાં શખ્સોએ પાઇપથી હુમલો કરી બેફામ માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. હુમલાખોરોનો એક કૂકડો (મરઘો) ચોરાઇ ગયો હોઇ તે આ યુવાને ચોરીને મારી નાંખ્યાની શંકા હોઇ તેના કારણે હુમલો કરવામાં આવ્યો હતો.
જાણવા મળ્યા મુજબ હલેન્ડામાં રહેતો બહાદુર વશરામભાઇ સોલંકી (ઉ.વ.20) સાંજે ગામમાં હતો ત્યારે તેના કાકાના સગામાં થતાં વારસુર દેવીપૂજક, લાલો, અજય સહિતના ધસી આવ્યા હતાં અને ગાળો દઈ ઢીકાપાટુનો માર મારી લોખંડના પાઇપથી ફટકારતાં દેકારો મચી ગયો હતો. માણસો ભેગા થઇ જતાં હુમલો કરનારા ભાગી ગયા હતાં.

બહાદુરને ઇજાઓ થઇ હોઇ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. બહાદુરે કહ્યું હતું કે તે ખેત મજુરી કરી ગુજરાન ચલાવે છે અને સંતાનમાં એક દિકરી છે. હુમલો કરનારા તેના ઘરથી દૂર રહે છે. તેનો કૂકડો ચોરાઇ ગયો હોઇ આ કૂકડો હું ચોરી લાવ્યો છું અને મારી નાંખ્યો છે તેવી તેને શંકા હોઇ જેના કારણે હુમલો કર્યો હતો.