Site icon Gujarat Mirror

શહીદ ઉધમસિંહ ટાઉનશિપમાં યુવાને ગાળો બોલવાની ના પાડતા ત્રણ શખ્સનો હુમલો

oplus_2097184

શહેરમા કુવાડવા રોડ પર આવેલ શહીદ ઉધમસિંહ ટાઉનશીપમા રહેતા યુવાને ગાળો બોલવાની ના પાડતા ત્રણ શખસોએ છરી – ધોકા વડે હુમલો કર્યો હતો હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ કુવાડવા રોડ પર આવેલ શહીદ ઉધમસિંહ ટાઉનશીપમા રહેતા ભાર્ગવ ધર્મેશભાઇ ગોહેલ નામનો રર વર્ષનો યુવાન રાત્રીનાં સમયે પોતાનાં ઘર પાસે હતો . ત્યારે ફયાઝ અને સમીર સહીતનાં શખસો દારુનાં નશામા ગાળો બોલતા હતા જેથી ભાર્ગવ ગોહેલે ગાળો બોલવાની ના પાડતા ત્રણેય શખસોએ છરી – ધોકા વડે હુમલો કર્યો હતો હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો.

અન્ય બનાવમા કેશરી હિન્દ પુલ પાસે રહેતી સનાબેન અજીમખાન પઠાણ નામની ર8 વર્ષની પરણીતાએ આર વર્લ્ડ સીનેમા સામે હતી . ત્યારે ફીનાઇલ પી લીધુ હતુ જયારે મોરબી રોડ પર જકાત નાકા પાસે ઠાકર ચોકમા રહેતી સુમનબેન દીપકભાઇ રામાવત નામની 37 વર્ષની પરણીતા સાથે પતિએ દારુનાં નશામા ઝઘડો કરતા કપડા ધોવાનુ લીકવીડ પી લીધુ હતુ. ઉ5રોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version