Site icon Gujarat Mirror

ઈનોવા કારે એક્ટિવાને હડફેટે લેતા યુવતિ ઘાયલ

 

જામનગરમાં જોગર્સ પાર્ક વિસ્તારમાં બપોરના સમયે પૂરપાટ ઝડપે આવી રહેલી જીજે -14 એ.ટી. 8006 નંબરની ઇનોવા કારના ચાલકે પુરપાટ ઝડપે આવીને એકટીવા સ્કૂટર ચાલક યુવતીને હડફેટમાં લઈ લીધી હતી, જેથી યુવતી નીચે પટકાઈ પડી હતી, અને લોહી લુહાણ થઈને ઇજાગ્રસ્ત બની હતી. આ સમયે ત્યાંથી પસાર થનારા રાહદારીઓ તથા અન્ય વાહન ચાલકો એકત્ર થઈ ગયા હતા, અને ઇજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની સરકરી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડી હતી, જયારે અકસ્માત સર્જીને ઇનોવા કારનો ચાલક પોતાનું વાહન છોડી ને ભાગી છૂટ્યો હતો. જે બનાવ અંગે પોલીસને જાણ કરાતાં સીટી બી. ડિવિઝન ની પોલીસ ટીમ ઘટના સ્થળે તેમ જ હોસ્પિટલે દોડી ગઈ છે, અને અકસ્માતના બનાવ અંગેની ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version