જૂનાગઢમાં બાયોલોજીમાં એટીકેટી આવતા યુવતીનો ઝેરી ટીકડા ખાઈ આપઘાત

ભણવામાં ખૂબ મહેનત કરી પરંતુ નિષ્ફળતા મળતા ભરેલું પગલું જુનાગઢ તાલુકાના માંડણપરા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં બાયોલોજી વિષયમાં અભ્યાસ કરતી અને…

ભણવામાં ખૂબ મહેનત કરી પરંતુ નિષ્ફળતા મળતા ભરેલું પગલું

જુનાગઢ તાલુકાના માંડણપરા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં બાયોલોજી વિષયમાં અભ્યાસ કરતી અને ડોક્ટર બનવાનું સપ્નું સેવતી 20 વર્ષીય યુવતીએ પરીક્ષાના પરિણામમાં કેટી આવવાના કારણે લાગી આવવાથી પોતાની મેળે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા પી લીધા હતા. આ ગંભીર બનાવ બનતા જ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું અને યુવતીને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલ ખાતે તેનું દુ:ખદ અવસાન થયું હતું.

આ દુર્ઘટના અંગે મૃતક દીકરીના પિતા મનસુખભાઈ મકવાણાએ ભારે દુ:ખ સાથે જણાવ્યું હતું કે મારી દીકરી બી.એસી. બાયોલોજીમાં અભ્યાસ કરતી હતી અને તે ભણવામાં ખૂબ જ સારી મહેનત કરતી હતી. ખૂબ જ મહેનત કરવા છતાં તેને પરિણામોમાં નિષ્ફળતા મળતા અને વારંવાર કેટી આવતા તેણે પોતાનો જીવ ટૂંકાવી દીધો છે. પિતાએ વધુમાં ભાવુક થઈને અપીલ કરતા જણાવ્યું હતું કે આવી પરિસ્થિતિમાં આવા નબળા અને મુશ્કેલીમાં મુકાયેલા વિદ્યાર્થીઓને સરકાર તરફથી પૂરતું પ્રોત્સાહન કે સહાય મળે તેવી અમારી નમ્ર વિનંતી છે.
આ ગંભીર બનાવની જાણ થતાં જ બિલખા પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતે અકુદરતી મોત અંગેની નોંધ કરી કાયદેસરની આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા આ સમગ્ર માઇં પ્રકરણમાં મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા અને અન્ય તમામ પાસાઓની ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવી રહી છે.