ગુજરાત
જંગલેશ્ર્વરના રિક્ષાચાલક યુવાને આર્થિક ભીંસથી કંટાળી ફિનાઈલ પી કર્યો આપઘાતનો પ્રયાસ
માંડા ડુંગરના યુવાને પાડોશી સાળા-બનેવીના ત્રાસથી ફિનાઈલ ગટગટાવ્યુ
જંગલેશ્વરમાં રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા યુવાને આર્થિકભીંસથી કંટાળી ફીનાઇલ પી લીધું હતું. રિક્ષાચાલક યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જંગલેશ્વરમાં રહેતા લતીફ ઈબ્રાહીમભાઇ રાવકૈડા નામનો 41 વર્ષનો યુવાન પી.ડી. માલવીયા કોલેજ પાછળ હતો. ત્યારે ફીનાઇલ પી લીધું હતું.
યુવાનની તબિયત લથડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં લતીફ રાવકૈડા રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે અને આર્થિક ભીંસથી કંટાળી ફીનાઇલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં માંડા ડુંગર વિસ્તારમાં આવેલા ભીમનગરમાં રહેતા જીગ્નેશ પુરણદાસ પરમાર નામનો 35 વર્ષનો યુવાન ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે ફિનાઈલ પી લીધું હતું.
જીગ્નેશ પરમારને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં પાડોશમાં રહેતા રાજુ સોલંકી અને તેના સાળા પ્રકાશ ચાવડા અવાર નવાર ઝઘડા કરી ધાક-ધમકી આપતા હોવાથી બંનેના ત્રાસથી કંટાળી જઈ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો જીગ્નેશ પરમારે આક્ષેપ કર્યો છે ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.