કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા અશ્વિનભાઈ હેભાભાઈ વરુ નામના 29 વર્ષના આહીર યુવાન ગુરુવારે રાત્રિના સમયે પોતાના ઘરે ઇન્વર્ટરમાં લાઈટના છેડા બદલાવી રહ્યા હતા, ત્યારે તેમને એકાએક જોરદાર વિજ કરંટ લાગ્યો હતો. જેથી તેમને મૂર્છિત હાલતમાં સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવ અંગેની જાણ કાનાભાઈ હમીરભાઈ વરુએ કલ્યાણપુર પોલીસને કરી છે.
4કંપનીમાં કિંમતી વાયર તથા સ્ક્રેપની ચોરી
ખંભાળિયા – જામનગર હાઈવે પર અત્રેથી આશરે 9 કિલોમીટર દૂર આવેલી એક ખાનગી કંપની કે જે ઘણા સમયથી બંધ હાલતમાં છે, આ કંપનીમાં કોઈ અજાણ્યા તસ્કરોએ ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી અને અહીં રાખવામાં આવેલા ઈલેક્ટ્રીક વાયર તથા કોપર વાયરને કોઈ તીક્ષણ સાધનો વડે કાપીને તેમાંથી 130 કિલોગ્રામ જેટલો કોપર વાયર અને 110 કિલોગ્રામ જેટલો એલ્યુમિનિયમનો વાયર ચોરી કરીને લઈ ગયા હોવાનું જાહેર થયું છે. આ પ્રકરણમાં રૂૂ. 49,000 ની કિંમતના વાયર તથા જુદા જુદા બાચકામાં ભરીને રાખવામાં આવેલો રૂૂપિયા 5,000 ની કિંમતનો આશરે 100 કિલો ગ્રામ જેટલો ભંગાર મળી કુલ રૂૂ. 54,000 જેટલો મુદ્દામાલ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાની ધોરણસર ફરિયાદ સિક્યુરિટી કર્મચારી નાનજીભાઈ લાલાભાઈ નકુમએ અહીંની પોલીસમાં નોંધાવી છે. જેને અનુલક્ષીને પોલીસે ગુનો નોંધી, તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.
