પેડક રોડ પર સેન્ટ્રીંગ ગામ કરતો યુવાન ચોથા માળેથી પટકાતા મોત

શહેરમા પેડક રોડ ઉપર સેન્ટ્રીંગ કામ કરતો યુવાન અકસ્માતે ચોથા માળેથી નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.આ બનાવ…

શહેરમા પેડક રોડ ઉપર સેન્ટ્રીંગ કામ કરતો યુવાન અકસ્માતે ચોથા માળેથી નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પેડક રોડ પર આવેલ આરકે હાઉસ સદગુરુ રવિ રેસીડેન્સી સોસાયટીમાં રહેતો અને સેન્ટીંગ કામ કરતો અમિતકુમાર વિજયભાઈ રામ નામનો 21 વર્ષનો યુવાન સવારના નવેક વાગ્યાના અરસામાં ચોથા માળે સેન્ટીંગ કામ કરતો હતો તે દરમિયાન અકસ્માતે પગ લપસ્તા નીચે પટકાયો હતો ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

જ્યાં તેનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન મૂળ ઉત્તર પ્રદેશનો વતની અને પાંચ ભાઈ ત્રણ બહેનમાં વચ્ચે અને અપરણિત હતો. આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં બિહાર રહેતો મહમદ જુબેરભાઈ મુસ્તાક નામનો 32 વર્ષનો યુવાન ટ્રેનમાં બેસી જામનગર જતો હતો ત્યારે આસ્થા ચોક પાસે અકસ્માતે ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાયો હતો યુવકને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.