જામનગર રોડ સ્લમ ક્વાર્ટરમાં બેભાન હાલતમાં યુવાનનું મોત

શહેરનાં જામનગર રોડ પર સાંઢીયા પુલ પાસે આવેલા સ્લમ કર્વાટરમા રહેતો યોગેશ દીપકભાઇ ચૌહાણ (ઉ.વ. 27 ) નામનો યુવાન આજે સવારે પોતાના ઘરે સીડી ઉતરતી…

શહેરનાં જામનગર રોડ પર સાંઢીયા પુલ પાસે આવેલા સ્લમ કર્વાટરમા રહેતો યોગેશ દીપકભાઇ ચૌહાણ (ઉ.વ. 27 ) નામનો યુવાન આજે સવારે પોતાના ઘરે સીડી ઉતરતી વેળાએ બેભાન થઇ ઢળી પડતા તેને સારવાર માટે સિવીલ હોસ્પીટલમા ખસેડવામા આવતા તેનુ મોત નીપજયુ હતુ આ અંગે સિવીલ ચોકીનાં સ્ટાફે પ્રાથમીક નોંધ કરી જરુરી કાર્યવાહી હાથ ધરી હતી પ્રાથમીક તપાસમા મૃતક બે ભાઇમા મોટો અને સફાઇકામ કરે છે તેને સંતાનમા બે વર્ષનો પુત્ર છે સાત મહીના પુર્વે મૃતકને કુતરૂ કરડી ગયાનુ પરીવારજનોએ જણાવ્યુ હતુ આ બનાવથી પરીવારજનોમા શોકની લાગણી છવાઇ જવા પામી છે.