મોરબીમાં હવા ભરતી વખતે ટાયર ફાટતા ઘવાયેલા યુવાનનું મોત

માળિયા મિયાણામાં સગીરાનો ફાંસો ખાઈ આપઘાત રવિરાજ ચોકડી પાસે ટ્રકમાં હવા ભરતી વખતે ટાયર ફાટ્યું હતું અને યુવાનને ઈજા પહોંચતા સ્થળ પર મોત થયું હતું…

માળિયા મિયાણામાં સગીરાનો ફાંસો ખાઈ આપઘાત

રવિરાજ ચોકડી પાસે ટ્રકમાં હવા ભરતી વખતે ટાયર ફાટ્યું હતું અને યુવાનને ઈજા પહોંચતા સ્થળ પર મોત થયું હતું પોલીસે બનાવ મામલે તપાસ હાથ ધરી છે.

મોરબીની રવિરાજ ચોકડી ગુરુ ગોવિંદ ટાટા શો રૂૂમ પાસે રહેતા અનુજરાધા કિશન નાગર (ઉ.વ.34) નામના યુવાન ગત તા. 23 ના રાત્રીના ટ્રકમાં હવા ભરતા હતા અને અચાનક ટાયર ફાટ્યું હતું જેથી યુવાનને ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર જ મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે.

માળિયા (મીં.) જુના બસ સ્ટેન્ડ સામે રહેતી સાયનાબેન હૈદરભાઈ મોવર (ઉ.વ.15) નામની સગીરા તા. 20 ના રોજ બપોરના પોતાના મકાને ઘરના અંદરના રૂૂમમાં કોઈ કારણોસર પોતાની જાતે ચુંદડી વડે ગળેફાંસો ખાઈ લેતા સારવાર માટે મોરબી ખસેડી હતી જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને સગીરાને મૃત જાહેર કરી હતી માળિયા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના રંગપરમાં યુવાનનું બેભાન હાલતમાં મોત
રંગપર નજીક રહીને મજુરી કામ કરતા યુવાનનું નિંદ્રાધીન અવસ્થામાં મોત થયું હતું રાત્રીના સુતા બાદ સવારે ઉઠ્યા ના હતા અને મોત થયું હતું બીમારી સબબ યુવાનનું મોત થયાનું જાણવા મળ્યું છે.
મૂળ તીરુવંતપુરના વતની હાલ મોરબીના રંગપર ગામની સીમમાં જયશક્તિ હોટેલ કમ્પાઉન્ડમાં રહેતા ગોપાકુમાર રાઘવ નાયર નામના યુવાન ગત તા. 23 ના રાત્રીના સુઈ ગયા હતા અને સવારના યુવાન જાગ્યા ના હતા અને મોત થયું હતું પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ યુવાનનું મોત બીમારી સબબ થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે.