Site icon Gujarat Mirror

ગોંડલનાં જામવાડી જીઆઇડીસીમાં ઇલે. શોર્ટ લાગતા યુવાનનું મોત

ગોંડલ નાં જામવાડી જીઆઇડીસી માં કડીયાકામ કરી રહેલા યુવાન ને ઇલે.શોર્ટ લાગતા તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતું.બનાવ બાદ તેનાં મૃતદેહ ને પીએમ માટે ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો.બનાવ નાં પગલે મૃતક નો પરીવાર શોકમગ્ન બન્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ નાં મોવિયા મોરીવાવ પાસે રહેતા અને કડીયાકામ કરતા દિપકભાઈ સવજીભાઇ જાદવ ઉ.27 બપોર નાં સુમારે જામવાડી જીઆઇડીસી માં આવેલ રઘુવીર ઇન્ડસ્ટ્રીઝ માં દિવાલ નાં ચણતર પછી પ્લાસ્ટર કરી રહ્યા હતા.પ્લાસ્ટર કરતી વેળા દિપકભાઈ લોખંડ ની સીડી પર ઉભા હતાં.સીડી મોટી હોય ઉપર થી પસાર થતા ઇલેવન ઇલેક્ટ્રિક વાયર ને અડી જતા વિજ પ્રવાહ નો જોરદાર જટકો લાગતા દિપકભાઈ ને શોર્ટ લાગતા તે ફંગોળાયા હતાં.અને ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. મૃતક અપરણીત હતા.અને બે ભાઇઓ નાં પરીવાર માં નાના હતાં. બનાવ અંગે બી’ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

Exit mobile version