Site icon Gujarat Mirror

ઉના ખાંડ ઉદ્યોગના કામદારોનો 40 વર્ષે વિજય: સુપ્રીમકોર્ટ દ્વારા 23 કરોડ મંજૂર

ઉના તાલુકા ખેડુત સહકારી ખાંડ ઉધોગ મંડળી લી, ઉના ધ્વારા સને.1987 પહેલાથી મીસમેનેજમેન્ટ,આપખુદ વલણ અને મજૂર કાયદાઓના ભંગથી 600 ઉપરાંતના કામદારો ભોગ બનેલા છે, તેઓના કાયદેસરના હકક-હિસ્સાની 40 વર્ષની સૌરાષ્ટ્ર મજૂર મહાજન સંધની સફળ કાનુની લડત બાદ રૂૂપિયા 23 કરોડ સુપ્રિમકોર્ટના તા. 03.02.2026નાં હુકમથી માન્ય રહેતા કામદારોમાં આનંદની લાગણી પ્રસરેલ છે.

આ અંગે માહિતી આપતા સૌરાષ્ટ્ર મજુર મહાજન સંધના પ્રધાનમંત્રી દિલીપભાઈ ઠાકરે જણાવેલ છે કે ઉના ખાંડ ઉધોગ પાસે પુરતી શેરડીનો સ્ટોક હતો તે બારોબાર વેચીને ફેકટરી નહીં ચલાવી કામદારોને ગેરકાયદેસર લે-ઓફ આપી બાદમાં ફેકટરી સંપુર્ણ ગેરકાયદેસર બંધ કરી 600 ઉપરાંતના કામદારોને હકક-હિસ્સા ચુકવ્યા વિના બેકાર કરી અપાતા ઉના ખાંડ ઉદ્યોગના માન્ય અને પ્રતિનિધિત્વ ધરાવતાં મજૂર સંગઠન સૌરાષ્ટ્ર મજૂર મહાજન સંઘ, રાજકોટ તરફથી મેનેજમેન્ટના મજુર કાયદા વિરૂૂધ્ધના તમામ ગેરકાયદેસર પગલાઓ સામે સને.1987માં મજૂર કાયદાના પ્રખર તજજ્ઞ અને સૌરાષ્ટ્ર મજુર મહાજન સંઘ, રાજકોટના તત્કાલીન પ્રધાનમંત્રી સ્વ.રસિકભાઈ મહેતાએ કામદારોના હિતાર્થે કાનુની કાર્યવાહી શરૂૂ કરેલ તેઓના અવશાન બાદ હાલ સંધના પ્રધાનમંત્રી દિલીપભાઈ ઠાકર તથા મંત્રી વિજયભાઈ ટીમ્બડીયાએ મજૂર અદાલત, ઔધોગીક ન્યાયપંચ, ગુજરાત હાઈકોર્ટ તથા સુપ્રિમકોર્ટ સમક્ષ કંપનીના તમામ મજુર કાયદાના ભંગ સામે કરેલ કાર્યવાહી તથા રજુઆતો સ્વીકારી કામદારોને બે વખત અપાયેલ લે-ઓફની પુરેપુરી રકમો,ચડત પગારો, વ્યાજ સહિત ગ્રેચ્યુઈટીની રકમો, બેકારી વળતર, બોનસ, ચડત રજાઓના પગારો સહીતના કામદારોને મળવાપાત્ર સો ટકા લાભોની રૂૂપિયા ત્રેવીસ કરોડની રકમ સંદર્ભે સુપ્રિમકોર્ટેના તા.03.02.2026ના હુકમથી માન્ય રખાતા કામદારોમાં આનંદની લાગણી ફેલાયેલ છે. આ કેઈસોમાં સૌરાષ્ટ્ર મજૂર મહાજન સંઘ, રાજકોટના પ્રધાનમંત્રી દિલીપભાઈ ઠાકર, મંત્રી વિજયભાઈ ટીમ્બડીયા,અમદાવાદ હાઈકોર્ટના સીનીયર એડવોકેટ અભિલાષભાઈ કાંક તથા સુપ્રિમકોર્ટના એડવોકેટ ચારૂૂદતા વિજયરાવ મહેન્દ્રકરે ચીવટ પુર્વકની રજુઆત કરતા કામદારોને તેના હકક-હિસ્સા મળવાપાત્ર બન્યા છે.

Exit mobile version