જામનગરમાં યુવાનનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત

આત્મહત્યાનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી જામનગર નજીક નવાનાગના ગામમાં વાડી વિસ્તારમાં રહેતા એક યુવાને પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી…

આત્મહત્યાનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી

જામનગર નજીક નવાનાગના ગામમાં વાડી વિસ્તારમાં રહેતા એક યુવાને પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે. આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક નવા નાગના ગામમાં વાડી વિસ્તારમાં રહેતા ભાવેશ રામજીભાઈ કણજારીયા નામના 40 વર્ષના યુવાને ગઈકાલે મોડી રાત્રે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.

આ બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસ બનાવના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવાયું છે, જ્યારે તેણે કયા સંજોગોમાં આત્મહત્યા નું પગલું ભરી લીધું છે, તે જાણવા માટે પરિવારજનો ના નિવેદનો નોંધવાનું શરૂૂ કર્યું છે.