ભાવનગર રોડ પર સ્ક્રેપની દુકાનમાં યુવાન ઢળી પડ્યો : હાર્ટ એટેકથી મોત

જ્ઞાનજીવન સોસાયટીમાં 22 વર્ષિય પરિણીતાનું બીમારી સબબ મૃત્યુ રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એક યુવાનનો ભોગ લેવાયો…

જ્ઞાનજીવન સોસાયટીમાં 22 વર્ષિય પરિણીતાનું બીમારી સબબ મૃત્યુ

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એક યુવાનનો ભોગ લેવાયો છે. ભાવનગ રોડ પર સ્કેપની દુકાનમાં બેઠેલો યુવાન અચાનક ઢળી પડતા તેનુ મોત નીપજ્યુ હતું.

જાણવા મળતી વિગત મુજબ ભાવનગર રોડ પર થોરાળા પોલીસ સ્ટેશન પાસે આવેલી લાખાજીરાજ સોસાયટીમાં રહેતો છેલજી વિઠ્ઠલભાઇ કુનતીયા (ઉ.વ.40)નામનો યુવાન આજે સવારે ભાવનગર રોડ પર આવેલી આલીશાન સ્કેપ નામની દુકાનમાં બેઠે હતો ત્યારે અચાનક બેભાન થઇ ઢળી પડતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી હાર્ટ એટેકથી મરણ ગયાનુ જાહેર કર્યુ હતું. આ અંગે થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઇમાં નાનો અને ગેરેજમાં કામ કરતો હતો. તેને સંતાનમાં ત્રણ પુત્ર હોવાનુ જાણવા મળ્યુ છે.

જયારે બીજા બનાવમાં રૈયારોડ પર કનૈયાચોક પાસે આવેલી જ્ઞાનજીવન સોસાયટી શેરી નં.3માં રહેતા હેમેન્દ્રા યશભાઇ સોલંકી (ઉ.વ.22)નામની પરિણીતાને બીમારી સબબ સારવાર માટે પ્રથમ ખાનગી બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનુ મોત નીપજ્યુ હતું. આ અંગે ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક પરિણીતાના લગ્ન બે વર્ષ પહેલા જ થયા હોવાનુ જાણવા મળ્યુ છે.