શહેરમાં અવધ રોડ પર આવેલા વીર સાવરકર આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતાં યુવકને પત્ની અને પુત્રએ માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, વિરસાવરકર આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતાં ધર્મેશ કાંતિભાઈ રાવલ (ઉ.41)ની મેહુલનગરમાં રહેતી બહેનના સસરાનું અવસાન થતાં તે છેલ્લા સાત દિવસથી ત્યાં રોકાયો હતો. ગઈકાલે ઘરે કપડા લેવા આવ્યો હતો ત્યારે પત્ની તૃપ્તીબેન અને પુત્ર રૂદ્રએ ઝઘડો કરી માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
બીજા બનાવમાં મોરબી રોડ પર જકાતનાકા પાસે રહેતો યોગેશ પ્રવિણભાઈ મકવાણા (ઉ.34) રાત્રીના સાડા દસ વાગ્યાના સમયે મોરબી રોડ પર હતો ત્યારે અંધારામાં કૂવામાં પડી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ યુવકનો જીવ બચાવી સારવારમાં ખસેડયો હતો. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
