Site icon Gujarat Mirror

તમે માત્ર ફોટા પડાવવા જ આવો છો, હળવદના ધારાસભ્યને મોઢે ચોપડાવ્યું

હળવદના ચરાડવા ગામે સરકારી કાર્યક્રમમાં ગ્રામજનો વિફર્યા હતા અને પતમે ખાલી તાયફા અને ફોટોસેશન જ કરવા માટે આવો છો.. અહીં સરકારી દવાખાના સુધી આવવા-જવા રોડ નથી. ગ્રામ પંચાયતમાં મંજૂર થયેલી ગ્રાન્ટ અટવાઈ ગઈ છે, ને તમે વિકાસની વાતો કરો છો..થ જેવ આક્રોશ ઠાલવીને ભાજપના ધારાસભ્યનો ઉધડો લેતા ભારે ગરમાવો આવી ગયો હતો.

વાત એમ છે કે, હળવદ તાલુકાના ચરાડવા ગામે આરોગ્ય કેન્દ્ર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમમાં હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરા અને મોરબી જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન પ્રવીણ સોનગરા સહિતના આગેવાનો અને અધિકારીઓ પહોંચ્યા હતા. એ સમયે ચરાડવાના ગ્રામજનોએ ધારાસભ્ય અને કારોબારી સમિતિના ચેરમેનનો ઉધડો લઈ લીધો હતો અને થોડીવાર માટે તું તું મે મે થઈ ગઈ હતી.

ગ્રામજનોએ રોષ વ્યક્ત કર્યો કે, ચરાડવા ગામે સરકારી હોસ્પિટલ સુધી પહોંચવા માટે આજ સુધી કોઈ પાકો રોડ ઉપલબ્ધ નથી. અન્ય સમસ્યાઓની પણ અનેકવાર રજૂઆત કરવા છતાં આજ સુધી નિરાકરણ આવ્યું નથી. ગ્રામ પંચાયતમાં પડેલી ગ્રાન્ટ ધૂળ ખાઈ રહી છે, તેનો ઉપયોગ હજુ સુધી ન થયો હોવાનો પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. પરિણામે ભારે ગરમા-ગરમીનો માહોલ ઉભો થઈ જતાં ધારાસભ્ય પ્રકાશ વરમોરાને લઈને આગેવાનો અને અધિકારીઓએ ત્યાંથી જતા રહ્યા હતા.

Exit mobile version