લખનૌ સુપરજાયન્ટ્સની હાર બાદ રિષભ પંત સાથેના ફોટા વાયરલ થયા હતા
ઇન્ડિયન પ્રીમિયર લીગના ભૂતપૂર્વ કમિશનર લલિત મોદી લખનૌ સુપરજાયન્ટ્સના માલિક સંજીવ ગોયંકા પર ગુસ્સે છે. લલિત મોદી સોશિયલ મીડિયા પર ગોયંકા પર સતત નિશાન સાધી રહ્યા છે. તેમણે ગોયંકાની તાજેતરની પોસ્ટને ઝેરી પણ ગણાવી છે. તાજેતરમાં, મોદીએ ગોયંકાને જોકર પણ કહી દીધા હતા.IPL 2026માં લખનૌ સુપરજાયન્ટ્સની પહેલી મેચની હાર બાદ, સંજીવ ગોયંકાએ ડ પર પ્રતિક્રિયા આપી હતી.
સંજીવ ગોયંકાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, “દરેક સીઝનની શરુઆત તમારી પરીક્ષા કરે છે, આ તેમાંની જ એક ક્ષણ છે. કેપ્ટન અને ટીમ પર વિશ્વાસ છે. અમે વધુ તિક્ષ્ણ થઈને પાછા આવીશું, અમારા ફેન્સનો સપોર્ટ ઘણો મહત્વનો છે, અમે તેમને વળતર આપીશું.”
હાર પછી સંજીવ ગોયનકાની પોતાની ટીમ વિશેની પોસ્ટ પર લલિત મોદી ગુસ્સે થયા હતા. ગોયનકાની પોસ્ટને ટેગ કરીને લલિત મોદીએ લખ્યું, “હું એક વાત સાથે સંમત છું, અને તે તમારું છેલ્લું વાક્ય છે. તમે સતત સ્પષ્ટ અને સંક્ષિપ્તમાંIPLની છબીને કલંકિત કરી રહ્યા છો. તમારા પર પ્રતિબંધ મૂકવો જોઈએ અને તમારા પોતાના ભલા માટે રાજીનામું આપો અને સ્ટેડિયમથી દૂર રહો.” “તમે રમત, તેની ગરિમા, તેના વાતાવરણ, તેના ચાહકો અને સૌથી અગત્યનું ખેલાડીઓ માટે ઝેર છો. તમે ઝેરી છો. તમારી ફેક્ટરીઓમાં રહો. તમે મારા સાળા છો, પરંતુ રમત પહેલા આવે છે, તમે નહીં.”

