તમે અમૂલ્ય છો, રાજકોટ પોલીસ શરૂ કરશે આસ્થા કેન્દ્ર

રાજકોટ શહેરમાં વધતા માનસિક તણાવ, નિરાશા અને આત્મહત્યાના બનાવોને અટકાવવા માટે રાજકોટ સિટી પોલીસ દ્વારા એક અત્યંત માનવીય અને સંવેદનશીલ પહેલ કરવામાં આવી છે. જીવન…

રાજકોટ શહેરમાં વધતા માનસિક તણાવ, નિરાશા અને આત્મહત્યાના બનાવોને અટકાવવા માટે રાજકોટ સિટી પોલીસ દ્વારા એક અત્યંત માનવીય અને સંવેદનશીલ પહેલ કરવામાં આવી છે. જીવન આસ્થા કેન્દ્ર નો શુભારંભ તા. 18/11/2026, મંગળવારના રોજ સવારે 11:00 વાગ્યે પોલીસ કમિશનર કચેરી, રાજકોટ ખાતે કરવામાં આવશે.

આજના ઝડપી અને સ્પર્ધાત્મક યુગમાં લોકો નોકરી, ધંધો, અભ્યાસ, પારિવારિક સમસ્યા, આર્થિક ભીંસ, પ્રેમભંગ કે એકલતાને કારણે માનસિક તણાવમાં સરી પડે છે. ઘણી વખત વ્યક્તિ પોતાની વેદના કોઈને કહી શકતો નથી અને ખોટું પગલું ભરી લે છે. આવા સમયે જો કોઈ તેને સાંભળનાર, સમજનાર અને સાચો રસ્તો બતાવનાર મળી જાય, તો એક કિંમતી જીવન બચી જાય છે. એ જ હેતુથી આ કેન્દ્ર શરૂૂ કરવામાં આવ્યું છે.જીવન આસ્થા કેન્દ્રમાં અનુભવી કાઉન્સેલરો, મનોચિકિત્સકો અને પોલીસના સંવેદનશીલ અધિકારીઓ દ્વારા મદદ આપવામાં આવશે. અહીં આવનાર વ્યક્તિની ઓળખ સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવશે.

કોઈપણ વ્યક્તિ પોતાની સમસ્યા નિ:સંકોચપણે રજૂ કરી શકશે. પરિવારમાં ઝઘડો હોય, બાળક ડિપ્રેશનમાં હોય, વિદ્યાર્થી પરીક્ષાના દબાણમાં હોય કે યુવાન નોકરી ન મળવાથી હતાશ હોય, દરેક માટે આ કેન્દ્ર આશાનું કિરણ બનશે. આ કેન્દ્રની સૌથી મોટી વિશેષતા તેની 24/7 હેલ્પલાઇન નંબર: 97123 47744 છે. દિવસ હોય કે રાત, ગમે ત્યારે ફોન કરીને કોઈપણ વ્યક્તિ મદદ મેળવી શકશે. ફોન પર જ કાઉન્સેલિંગ આપીને વ્યક્તિને શાંત પાડવામાં આવશે અને જરૂૂર પડે તો રૂૂબરૂૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે.

આ ઉમદા કાર્યમાં ઋફહભજ્ઞક્ષ ઈફબહયત દ્વારા સહયોગ આપવામાં આવ્યો છે. રાજકોટ સિટી પોલીસનો આ લોગો પણ ખૂબ જ અર્થસભર છે. તેમાં પોલીસનો હાથ સામાન્ય નાગરિકનો હાથ પકડીને કહે છે – તમે અમૂલ્ય છો, હું જીવીશ… આ સંદેશ જ સૌને જીવન પ્રત્યે આશા, હિંમત અને સકારાત્મક વિચાર આપશે.

નિરાશ વ્યક્તિને એકલો ન મુકો, આ કેન્દ્ર સુધી પહોંચાડો: C.P.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ જણાવ્યું છે કે, પોલીસનું કામ માત્ર ગુનો અટકાવવાનું નથી, જીવન બચાવવાનું પણ છે. આ કેન્દ્ર દ્વારા સમાજમાં જીવન પ્રત્યે આશા અને સકારાત્મકતાનો સંચાર થશે. શહેરીજનોને અપીલ છે કે જો તમારી આસપાસ કોઈ નિરાશ હોય તો તેને એકલો ન મૂકો, તેને આ કેન્દ્ર સુધી પહોંચાડો. તમારી એક નાની પહેલ કોઈનું આખું જીવન બચાવી શકે છે.