Site icon Gujarat Mirror

તુ ઘર ઘરમાં દુશ્મની થાય તેવું કરે છે, કહીં ઘંટેશ્ર્વરના વેપારીને બનેવીની ધમકી

શહેરના જામનગર રોડ પર આવેલા ઘંટેશ્ર્વર 25 વારીયા પાસે એક્તા સોસાયટીમાં રહેતા કરિયાણુંનો વેપાર કરતા મુસ્લિમ પ્રૌઢને ફોન પર તેમના બનેવી અને બંન્ને ભાણેજ દ્વારા ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. મળતી વિગત અનુસાર, એક્તા સોસાયટીમાં રહેતા અસલમભાઇ અબ્દુલકાદર અલ્લાણ (ઉ.52) નામના પ્રૌઢે તેમના બનેવી જાવેદ મુસા કામદાર, ભાણેજ નફીસ ઉર્ફે બાબુ જાવેદ કામદાર અને ફઇમ ઉર્ફે સુલ્તાન (રહે. ત્રણેય ધોરાજી) સામે ફરિયાદ નોંધાવી છે. અસલમભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતુ કે, પોતે ઘર પાસે કરિયાણાની દુકાન ચલાવીને વેપાર કરે છે. ગઇકાલે બપોરના સમયે પોતે દુકાનેથી ઘરે જમવા ગયા ત્યારે તેમના બહેન અફસાનાબેનના મોટા દીકરા નફીસનો વોટ્સએપ કોલ આવ્યો હતો.

અને તેમણે પિતા સાથે વાત કરવાનું કહ્યું હતુ. ત્યાર બાદ અસલમભાઇએ તેમના બનેવી જાવેદભાઇ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે, તમે મારા દિકરા નફીસના સસરાનું સરનામું પોલીસને શા માટે આપ્યું? જેથી અસલમભાઇએ કહ્યું કે, પોતે પોલીસમાં જામીન પડ્યા હોય જેથી તેમનું સરનામું આપ્યું છે. ત્યાર બાદ બનેવી જાવેદ અને તેમના બન્ને પુત્રએ વોટ્સએપ કોલ પર અસલમભાઇને ધમકી આપતા કહ્યું કે, તું ઘરમાં દુશ્મની થાય તેવું કરે છે. મારી જીંદગીને કાંઇ થશે તો અમે કોઇને મુકીશું નહીં’ ત્યાર બાદ અસલમભાઇએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Exit mobile version