WTCમાં 800 રન પૂર્ણ કરી યશસ્વી જયસ્વાલનો રેકોર્ડ

રવિન્દ્ર જાડેજાને પાછળ છોડી ત્રીજુ સ્થાન મેળવ્યુ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વેલિંગ્ટનના બેસિન રિઝર્વ મેદાન પર પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડે…

રવિન્દ્ર જાડેજાને પાછળ છોડી ત્રીજુ સ્થાન મેળવ્યુ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વેલિંગ્ટનના બેસિન રિઝર્વ મેદાન પર પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ ઇનિંગમાં 368 રન બનાવ્યા છે. હેનરી નિકોલ્સ અને ગ્લેન ફિલિપ્સની શાનદાર સદીઓના કારણે યજમાન ટીમ મોટો સ્કોર કરવામાં સફળ રહી હતી. હવે ભારતીય ટીમની બેટિંગ દરમિયાન યુવા ઓપનર યશસ્વી જાયસ્વાલે પોતાના નામે ખાસ સિદ્ધિ નોંધાવી છે. તેણે સાથી ખેલાડી રવીન્દ્ર જાડેજાને પાછળ છોડીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27માં 800થી વધુ રન પૂરા કર્યા છે.

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27ના વર્તમાન ચક્રમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ઇંગ્લેન્ડના જો રૂૂટના નામે છે. તેમણે અત્યાર સુધી 1272 રન બનાવ્યા છે. જ્યારે ભારતીય ટીમ તરફથી કેપ્ટન શુભમન ગિલ સૌથી આગળ છે. ગિલે અત્યાર સુધી 11 મેચમાં 1024 રન નોંધાવ્યા છે.ભારતીય બેટ્સમેનોની યાદીમાં યશસ્વી જાયસ્વાલ અને રવીન્દ્ર જાડેજા વચ્ચે ત્રીજા સ્થાન માટે સ્પર્ધા હતી. ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ પહેલાં બંનેના રન લગભગ સરખા હતા. જોકે, સારી બેટિંગ સરેરાશને કારણે જાડેજા આગળ હતા. હવે યશસ્વીએ આ મુકાબલામાં જાડેજાને પાછળ છોડીને ત્રીજું સ્થાન મેળવી લીધું છે.