WTC પોઇન્ટ ટેબલમાં સાઉથ આફ્રિકા નંબર વન

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ એટલે કે WTC 2025-27ના પોઇન્ટ્સ ટેબલમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. બાંગ્લાદેશ સામે પહેલી ટેસ્ટમાં 9 વિકેટથી શાનદાર જીત નોંધાવી સાઉથ આફ્રિકા…

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ એટલે કે WTC 2025-27ના પોઇન્ટ્સ ટેબલમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. બાંગ્લાદેશ સામે પહેલી ટેસ્ટમાં 9 વિકેટથી શાનદાર જીત નોંધાવી સાઉથ આફ્રિકા સીધું ટોપ પર પહોંચી ગયું છે. આ જીત સાથે તેણે ન્યૂઝીલેન્ડને પાછળ છોડી દીધું છે. જ્યારે હારવા છતાં બાંગ્લાદેશની ટીમ પોઇન્ટ્સ ટેબલ પર પાંચમાં નંબરે યથાવત છે. સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશની ટેસ્ટ મેચ પહેલા WTC પોઇન્ટ્સ ટેબલમાં ન્યૂઝીલેન્ડની બાદશાહત હતી.

સાઉથ આફ્રિકાએ બાંગ્લાદેશ સામે બે મેચની સીરિઝની પહેલી મેચમાં એકતરફી જીત મેળવી છે. આ જીત સાથે તેને WTC પોઇન્ટ્સ ટેબલમાં મોટો ફાયદો થયો છે. ટીમે વર્તમાન WTC સાઇકલમાં અત્યાર સુધી રમાયેલી આઠ મેચમાંથી 6 મેચમાં જીત નોંધાવી છે. તેના જીતની ટકાવારી એટલે કે PCT 75 થઈ ગઈ છે, જેની સાથે તે પહેલા સ્થાન પર પહોંચી ગઈ છે. બીજી બાજુ, બાંગ્લાદેશ આ સાઇકલમાં 9 મેચમાં ચોથી હારનો સામનો કરવો પડ્યો છે. ટીમની જીતની ટકાવારી ઘટીને 40.74 થઈ ગઈ છે. પરંતુ તેણે પોતાનું પાંચમું સ્થાન જાળવી રાખ્યું છે. ઓસ્ટ્રેલિયા 69.23 PCT સાથે ત્રીજા નંબરે છે. જ્યારે ભારતીય ટીમ 51.52 PCT સાથે ચોથા નંબરે છે.