ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવવા નવો રસ્તો
ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન યશસ્વી જયસ્વાલ ફક્ત એક જ ફોર્મેટમાં દેખાય છે. ટેસ્ટ ટીમમાં તેનું સ્થાન મજબૂત છે, પરંતુ તેને ઝ20 ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.વધુમાં, રોહિત શર્માની હાજરીને કારણે તે વનડે ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી. આવી સ્થિતિમાં, યશસ્વી જયસ્વાલે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. યશસ્વી જયસ્વાલે વિકેટકીપિંગની પ્રેક્ટિસ શરૂૂ કરી દીધી છે. મુંબઈના કેપ્ટન સિદ્ધેશ લાડે મીડિયાને જણાવ્યું હતું કે યશસ્વી જયસ્વાલ રણજી ટ્રોફીમાં મુંબઈ માટે વિકેટકીપિંગ કરશે અને ટીમ ઈન્ડિયા માટે પણ આવું કરી શકે છે.
ટીમ ઈન્ડિયામાં રહેવા માંગતા હો, તો ફક્ત બેટિંગ પૂરતી નથી. તમારે અન્ય કુશળતા પણ વિકસાવવાની જરૂૂર પડશે.ઈશાન કિશન, રિષભ પંત, ધ્રુવ જુરેલ અને કેએલ રાહુલ બધા વિકેટકીપર-બેટ્સમેન તરીકે ટીમનો ભાગ છે. યશસ્વી જયસ્વાલ હવે આ માર્ગ પર ચાલી રહ્યો છે. યશસ્વી જયસ્વાલ મુંબઈ માટે પોતાની પહેલી રણજી ટ્રોફી મેચ રમી શકે છે. આ મેચ યશસ્વી જયસ્વાલ માટે ન્યૂઝીલેન્ડ પ્રવાસની તૈયારી માટે પણ એક સારી તક છે. જયસ્વાલે અત્યાર સુધીમાં 53 રણજી ટ્રોફી મેચોમાં 54 ની સરેરાશથી 4968 રન બનાવ્યા છે, જેમાં 17 સદી અને 18 અડધી સદીનો સમાવેશ થાય છે.
