મોરબી પંથકમાં યમરાજાનો પડાવ : 7 લોકોના અપમૃત્યુ

મોરબી જીલ્લામાં યમરાજાએ ડેરા તંબુ તાણ્યા હોય તેમ અપમૃત્યુની સાત ઘટનામાં 7 વ્યક્તિના મોત થયા છે જે તમામ બનાવોની નોંધ કરી પોલીસ ટીમોએ તપાસ ચલાવી…

મોરબી જીલ્લામાં યમરાજાએ ડેરા તંબુ તાણ્યા હોય તેમ અપમૃત્યુની સાત ઘટનામાં 7 વ્યક્તિના મોત થયા છે જે તમામ બનાવોની નોંધ કરી પોલીસ ટીમોએ તપાસ ચલાવી છે. પ્રથમ બનાવમાં મોરબીની કબીર ટેકરીમાં રહેતા જયેશભાઈ રસિકલાલ જાદવ (ઉ.વ.55) નામના પૌઢ ગત અ. 02 ઓગસ્ટના સાંજના સમયે સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં લેબોરેટરી પાસે હોય ત્યારે ઓટલા પર કોઈ કારણોસર મોત થયું હતું અને ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા.

બીજા બનાવમાં મોરબીના સામાકાંઠે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા નવુભા દાનુભા રાઠોડ (ઉ.વ.64) નામના વૃદ્ધ બીમાર હોય અને તબિયત બગડતા હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા. ત્રીજા બનાવમાં મોરબીના રવાપર નદી ગામની સીમમાં હોલીવૂડ પ્લાય કારખાનામાં રહીને કામ કરતા સિકોતરભાઈ લક્ષ્મીરામ (ઉ.વ.46) વાળાએ અગમ્ય કારણોસર પોતાની જાતે લેબર કોલોનીમાં ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું.

ચોથા બનાવમાં મોરબીના બેલા ગામની સીમમાં સ્કાયમેક્ષ સિરામિકમાં રહેતા નારૂૂ રમાય હેમ્બ્રમ (ઉ.વ.24) નામના યુવાન સિરામિક નજીક નદીમાં ન્હાવા ગયો હતો અને પાણીમાં ડૂબી જતા મોત થયું હતું
પાંચમાં બનાવમાં મૂળ રાજસ્થાનના વતની હાલ ટંકારાના વીરપર ગામ દ્વારકાધીશ હોટેલના રૂૂમમાં રહેતા દોલારામ નાથુલાલ ગમેતી (ઉ.વ.21) નામના યુવાને પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું.
મોરબી અને વાંકાનેર પંથકમાં કૂવામાં પડી જવાથી, નદીના પાણીના વેણમાં રિક્ષા તણાઈ જવાથી અને બીમારીના કારણે કૂલ 3 લોકોના અકાળે મોત નિપજ્યા છે. તમામ બનાવો અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.

છઠ્ઠા બનાવમાં, મોરબી તાલુકાના કાલિકાનગર ગામની સીમમાં આવેલા માઇન સ્લોન માઇક્રો કારખાનામાં કામ કરતા અને લેબર કોલોનીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની આદર્શભાઈ મહેશભાઈ વર્મા નામના યુવકનું મોત નીપજ્યું હતું. યુવક કારખાના પરિસરમાં આવેલા પાણી ભરેલા કૂવામાં કોઈ કારણોસર પડી જતાં ડૂબી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ યુવકને બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહતો.

સાતમાં બનાવમાં, વાંકાનેર સીટી વિસ્તારમાં આવેલી ભાટિયા સોસાયટીમાં રહેતી અને મૂળ ઉત્તરપ્રદેશની વતની 25 વર્ષીય અંજલીબેન જીગેશકુમાર રાજભર નામની પરિણીતાનું પોતાના ઘરે જ બીમારીના કારણે મોત નીપજ્યું હતું. મૃતક પરિણીતાને એક દીકરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી જિલ્લામાં ભારે વરસાદને પગલે મોરબી પોલીસ ઍ તેની ફરજ ની સાથે પ્રેરણા દાયક સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરી હતી જેમાં ઍ ડિવિઝન પોલીસ ના ઝુપડપટી વિસ્તારમાં કેનાલ ચોકડી નજીક ફુટ પેકેટ ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી હતી અને વિતરણ કરવામાં આવ્યા હતા સાથે સાથે મોરબી ના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ ધામ દ્વારા હરહંમેશ કુદરતી આફત સમયે સેવા પુરી પાડવામાં આવે છે ત્યારે પ્રવર્તમાન સમયે મોરબી જીલ્લા માં વરસતા ભારે વરસાદ ના પગલે શહેર ના વિવિધ ઝુંપડપટ્ટી વિસ્તારો તેમજ સ્થળાંતરીતો માટે ભોજન પ્રસાદ ની વ્યવસ્થા મોરબી જલારામ ધામ દ્વારા કરવામાં આવી રહી છે ને પ્રસાદ આપવામાં આવી રહ્યો છે.