Site icon Gujarat Mirror

દ્વારકાના મોજપ ખાતે મલ્લકુસ્તી સ્પર્ધા યોજાશે

રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે દ્વારકા નજીક આવેલા મોજપ ગામે યોજાનાર મલ્લ કુસ્તી મેળામાં વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા રોકડ પુરસ્કાર અને અન્ય ઇનામો દ્વારા સન્માનિત કરવામા આવનાર છે.
આ સાથે પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી કરી, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ચાલતી વિવિધ યોજના લાભ આપવા માટેની પ્રક્રીયા હાથ ધરવામાં આવનાર છે.

આ કાર્યક્રમોના આયોજનનો હેતુ છેવાડાના ગામ સુધી યુવાનો અને ખેલાડીઓમા રહેલી શક્તિને યોગ્ય સ્થાન મળે અને ભવિષ્યમાં રમતગમત ક્ષેત્રે રાજ્ય અને દેશનું નામ રોશન કરવામા યોગદાન આપી શકે તે માટેનો છે.
જેમાં ઓખામંડળ વિસ્તારના મોજપ ખાતે તા. 15 સપ્ટેમ્બરના રોજ સવારે 8 થી શરુ થનાર આ આયોજનમાં મલ્લ કુસ્તીમાં રસ ધરાવતા તમામ લોકોને ઉપસ્થિત રહેવા દેવભૂમિ દ્વારકા જિલ્લા રમતગમત અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Exit mobile version