રાષ્ટ્રીય

વાહ પિયુષ ગોયલ, જર્મન વાઇસ ચાન્સેલરને રોકડું પરખાવ્યું, તો તમારા ઉપકરણો નહીં ખરીદીએ

Published

on

ચીનમાં ઉત્પાદિત જર્મન ટનલ બોરિંગ મશીનના વેચાણનો મામલો

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે શનિવારે જર્મન વાઈસ ચાન્સેલર રોબર્ટ હેબેકને ચીન દ્વારા ભારતને જર્મન ટનલ બોરિંગ મશીનોના વેચાણને અવરોધવા બાબતે અવગત કર્યા. ગોયલે કહ્યું કે જો આવી સમસ્યાઓ ઊભી થશે તો ભારત જર્મની પાસેથી ખરીદી બંધ કરી દેશે. આ ઘટના દિલ્હી મેટ્રો ટ્રેનમાં બની હતી, જેનો વીડિયો વાયરલ થયો છે.


જર્મનીના આર્થિક બાબતોના ફેડરલ મંત્રી પણ રહેલા રોબર્ટ હેબેક 7મી ભારત જર્મની આંતર સરકારી વાટાઘાટોમાં ભાગ લેવા ભારતની મુલાકાતે છે. તેઓ દ્વારકા, દિલ્હીમાં યશોભૂમિ ક્ધવેન્શન સેન્ટર પહોંચવા માટે પીયૂષ ગોયલ સાથે દિલ્હી મેટ્રોમાં સવારી કરી.


મુસાફરી દરમિયાન, પીયૂષ ગોયલે રોબર્ટ હેબેકને જણાવ્યું કે ભારત હેરેનક્નેખ્ત નામની જર્મન કંપની પાસેથી ટનલ બોરિંગ મશીનો ખરીદી રહ્યું છે, જે મશીનો ચીનમાં બનાવે છે. તેમણે જર્મન મંત્રીને જણાવ્યું કે ચીન હવે ભારતને ટીબીએમએસના વેચાણને અવરોધી રહ્યું છે, જે દર્શાવે છે કે આના કારણે ભારતના મહત્વપૂર્ણ આંતરમાળખાકીય પ્રોજેક્ટ્સ પર કેવી અસર પડી છે.


આ ઘટનાનો વીડિયો લોર્ડ બેબો નામના એકસ યુઝર દ્વારા શેર કરવામાં આવ્યો હતો, જેમણે હેબેકે ગોયલને જે રીતે પ્રતિસાદ આપ્યો તેની ટીકા કરી. વીડિયોમાં ગોયલને હેબેકને કહેતા સાંભળી શકાય છે, જુઓ તમારી જર્મન કંપની અમને કેટલાક ટનલ બોરિંગ મશીનો સપ્લાય કરે છે જે તેઓ ચીનમાં બનાવે છે. પરંતુ ચીન તેમને મને વેચવાની મંજૂરી આપતું નથી.


જ્યારે ગોયલે કહ્યું કે કંપનીનું નામ હેરેનક્નેખ્ત છે, ત્યારે રોબર્ટ હેબેકે નામ વિશે અજ્ઞાનતા દર્શાવી. તેમણે પૂછ્યું, તેઓ ચીનમાં ઉત્પાદન કરે છે?સ્ત્રસ્ત્ર જેના જવાબમાં પીયૂષ ગોયલે હા કહ્યું. ભારતીય મંત્રીએ પછી ઉમેર્યું, આપણે હવે જર્મન ઉપકરણો ખરીદવાનું બંધ કરવું જોઈએ. આ વાતચીત દરમિયાન જ્યારે પીયૂષ ગોયલ ઊભા હતા, ત્યારે હેબેક બેઠા હતા.


ગોયલે જર્મન ઉપકરણોની ખરીદી બંધ કરવા વિશે વાત કરી ત્યારે તે ઊભા થયા અને કહ્યું, મને લાગે છે કે મારે તમને સાંભળવા જોઈએ. હેરેનક્નેખ્તના ટનલ બોરિંગ મશીનોનો ઉપયોગ ભારતમાં ઘણા પ્રોજેક્ટ્સમાં કરવામાં આવ્યો છે, જેમાં દિલ્હી, બેંગલોર, ચેન્નઈ, કોલકાતાના મેટ્રો પ્રોજેક્ટ્સ અને અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version