આંતરરાષ્ટ્રીય

રશિયા-યુક્રેન વચ્ચે સીધા સંવાદમાં વેૈશ્ર્વિક નેતાઓ મદદ કરે: જિનપિંગ

Published

on


ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગ રશિયા અને યુક્રેન વચ્ચે સીધો સંવાદ શરૂૂ કરવામાં વૈશ્વિક નેતાઓને મદદની હાકલ કરી છે. સોમવારે હંગેરીના વડાપ્રધાન વિક્ટર ઓર્બન સાથેની બેઠકમાં જિનપિંગે આવો પ્રસ્તાવ મૂક્યો હતો. સરકારી પ્રસારણકર્તા સીસીટીવીના જણાવ્યા અનુસાર ઓર્બન ગયા સપ્તાહે રશિયા અને યુક્રેનની સરપ્રાઇઝ મુલાકાત લીધા પછી ચીનમાં પણ અચાનક પહોંચી ગયા હતા.


તેમનો હેતુ રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિપૂર્ણ સમાધાનના માર્ગની ચર્ચા કરવાનો હતો. ઓર્બને શાંતિ સ્થાપવા માટે ચીનના રચનાત્મક અને મહત્વના પગલાંની પ્રશંસા કરી હતી. જિનપિંગે જણાવ્યું હતું કે, રશિયા અને યુક્રેન વચ્ચે સીધો સંવાદ શરૂૂ કરવામાં વૈશ્વિક નેતાઓએ મદદ કરવી જોઇએ. ઓર્બને ફેસબુક પરની પોસ્ટમાં જિનપિંગ સાથે હાથ મિલાવતી તસવીર શેર કરતા જણાવ્યું હતું કે, યુદ્ધનો અંત રશિયા અને યુક્રેન ઉપરાંત અમેરિકા, યુરોપિયન યુનિયન અને ચીનના નિર્ણય પર પણ આધાર રાખે છે.


જિનપિંગ બે મહિના પહેલાં ત્રણ યુરોપિયન દેશના પ્રવાસના ભાગરૂૂપે હંગેરી આવ્યા ત્યારે ઓર્બન તેમને મળ્યા હતા. જિનપિંગે ફ્રાન્સ અને સર્બિયાની પણ મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, ઓર્બનના નેતૃત્વમાં હંગેરી ચીન સાથે સઘન રાજકીય અને આર્થિક સંબંધો ધરાવે છે. ઓર્બને સોમવારે એક્સ પર બેઇજિંગના એરપોર્ટ પરની તસવીરનું કેપ્શન પીસ મિશન 3.0 રાખ્યું હતું.


ઓર્બને ગયા સપ્તાહે લીધેલી યુક્રેનની મુલાકાતની યુક્રેન અને યુરોપના નેતાઓએ ટીકા કરી હતી. ઓર્બને યુક્રેનને રશિયાના તાત્કાલિક યુદ્ધવિરામના પ્રસ્તાવ પર વિચારણા માટે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, હંગેરી ધીમેધીમે એક માત્ર એવો દેશ બની રહ્યો છે જે બંને દેશ સાથે વાત કરી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version