Site icon Gujarat Mirror

મવડી ચોકડી પાસે આર.કે. એમ્પાયર બિલ્ડિંગ પરથી નીચે પટકાતા શ્રમિકનું મોત

oplus_2097152

રાજકોટ શહેરમા મવડી ચોકડી પાસે આર. કે. એમ્પાયર બિલ્ડીંગ પરથી નીચે પટકાતા શ્રમીકને માથે અને શરીરે ગંભીર ઇજાઓ થવાથી તેનુ ઘટના સ્થળે મોત નીપજયુ હતુ . આ ઘટનામા માલવીયા પોલીસ મથકનાં સ્ટાફે કાગળો કર્યા હતા.

વધુ વિગતો મુજબ માધાપર ચોકડી નજીક મનોહર પાણીનાં ટાકા પાસે રહેતા અને મકાનમા લાપી લગાવવાનુ કામ કરતા મનોજ કુમાર રામપર ચૌહાણ નામનો રપ વર્ષનો યુવાન ગઇકાલે સાંજનાં સમયે મવડી ચોકડી પાસે આર. કે. એમ્પાયર બિલ્ડીંગમા આવેલા રૂમમા લાપી લગાવવાનુ કામ કરતો હતો . ત્યારે અચાનક નીચે પટકાતા તેમને શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી. તેમને બેભાન હાલતમા સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવતા ડોકટર આસ્થા ગોહેલે જોઇ તપાસી મૃત જાહેર કર્યો હતો . આ અંગે માલવીયા નગર પોલીસ મથકનાં સ્ટાફે કાગળો કર્યા હતા. આ ઘટનામા આર. કે. એમ્પાયર બિલ્ડીંગની ફરતે નીયમ મુજબ સેફટી જાળી લગાવી છે કે કેમ આ અંગે માલવીયા નગર પોલીસ મથકનાં સ્ટાફ દ્વારા ઘટના સ્થળે પહોંચી તપાસ કરવામા આવશે. તેવુ પણ પોલીસમાથી જાણવા મળી રહયુ છે.

Exit mobile version