Site icon Gujarat Mirror

નવ નિર્મિત બિલ્ડિંગના 9મા માળેથી મધરાત્રે પટકાયેલા શ્રમિકનું મોત

oplus_2097184

જંગલેશ્ર્વરની પરિણીતાનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

શહેરમા નવા દોઢસો ફુટ રીંગ રોડ પર નવ નિર્મિત ડાયમન્ડ હાઇટસ બિલ્ડીંગમા મધરાત્રે નવમા માળેથી પટકાતા શ્રમીકનુ મોત નિપજયુ હતુ. યુવકના મોતથી પરિવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો.

આ બનાવ અંગે પોલીસમાથી મળતી વિગત મુજબ નવા દોઢસો ફુટ રીંગ રોડ પર નવ નિર્મિત ડાયમન્ડ હાઇટસ બિલ્ડીંગમા છેલ્લા એકાદ વર્ષથી કામ કરતો રાજુ નાનસીંગભાઇ વસુનીયા નામનો ર9 વર્ષનો યુવાન રાત્રીના ત્રણેક વાગ્યાના અરસામા નવનિર્મિત બિલ્ડીંગના નવમા માળેથી નીચે પટકાયો હતો. યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડાયો હતો જયા તેનુ મોત નિપજતા પરિવારમા શોકની લાગણી પ્રસરી હતી. પ્રાથમીક પુછપરછમા મૃતક યુવાન મધ્યપ્રદેશનો વતની હતો.

બીજા બનાવમા જંગલેશ્ર્વરમા રહેતી નાઝમીબેન સાહીલભાઇ નામની રપ વર્ષની પરણીતા પોતાના ઘરે હતી ત્યારે કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. પરણીતાને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામા આવી હતી. ઉ5રોકત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version